સ્વાસ્થ્ય કેમ્પ:ખેડાના રઢુ ગામે નૂતન વિદ્યાલયમાં નેત્ર નિદાન અને હાડકાના દુખાવાની સમસ્યાથી પીડાતા દર્દીઓનો નિદાન કેમ્પ યોજાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પમા 700 જેટલા દર્દીઓએ વિનામૂલ્યે નિદાન કરાવી સારવાર મેળવી

ખેડા તાલુકાના રઢુ ગામે આવેલ નૂતન વિદ્યાલય તેમજ રઢુ ગ્રુપ વિદ્યામંદિરમાં લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, હરવા ફાઉન્ડેશન તથા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્ય નેત્ર નિદાન તેમજ હાડકાના દુખાવાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ સારવાર કરાવી હતી.

જરૂરિયાત દર્દીઓને એક્સરે પણ કરવામાં આવ્યા
ગ્રામીણ કક્ષાએ લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતિત ઉપરોક્ત સંસ્થા દ્વારા ગતરોજ ખેડા તાલુકાના રઢુ ગામે વિનામૂલ્ય નેત્ર નિદાન તેમજ હાડકાના દુખાવાની સમસ્યાથી પીડાતા લોકો માટે કેમ્પ યોજ્યો હતો. જેમાં આશરે 700 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ પૈકી લગભગ 400 જેટલા દર્દીઓને આંખની તપાસ કરીને ચશ્મા વિતરણ કરવામા આવ્યા હતા. જ્યારે 300 જેટલા દર્દીઓના વિવિધ પ્રકારના હાડકાના, સાંધાના તેમજ ઘૂંટણના એવા વિવિધ પ્રકારના દુખાવાની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત જરૂરિયાત દર્દીઓને એક્સરે પણ કરવામાં આવ્યા હતા. તથા દવા સાથે વિવિધ સલાહ સૂચન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં ગામના આગેવાનો સહિત શાળાના અને આયોજન કરનાર લોકો હાજર રહી સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...