ઉત્તરાયણ પર્વ નજીક આવતાં ચાઈનીઝ દોરીનો વેપલો સમગ્ર જિલ્લામાં ફુલી ફાલ્યો છે. બંધ બારણે આવા વેપલા બે રોકટોક થઈ રહ્યા છે. માનવ તથા પક્ષીઓના જીવને ઘાતક સાબિત થતી આ ચાઈનીઝ દોરી ખુબજ જોખમી છે. પોલીસે અત્યાર સુધીમા જિલ્લામાંથી 5 વેપારીઓ પાસેથી આવી દોરી મળી આવતાં ગુનો નોંધ્યો છે. જોકે હજુ પણ પોલીસ સક્રિય ન થતાં આવા વેપલાઓ બેરોકટોક ચાલી રહ્યા હોવાનું નગરજનો જણાવે છે.
પોલીસ આવા વેપલાને ખુલ્લો પાડે તેવી માંગ પ્રબળ બની
ઉતરાયણ પર્વ નજીક છે ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યો છે. પોલીસ પણ એક્શનમાં આવી આવા લોકો સામે કડક પગલાં ભર્યા છે. છતાં પણ આ વેપારીઓ સુધારવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા સપ્તાહ દરમિયાન જ પાંચ જેટલા જાહેરનામા ભંગના વેપારીઓ સામે ગુના નોંધાયા છે. આજે ચકલાસી પોલીસે નરસંડા ચોકડી પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની રેલ નંગ 30 કિંમત રૂપિયા 9 હજાર સાથે આરોપી ચિરાગભાઈ અરવિંદભાઈ પરમાર (રહે.મોટી નહેર પાસે, ફતેપુરા, તા.નડિયાદ)ને ઝડપી લીધો છે અને તેની સામે જાહેરનામા ભંગા અન્વયે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે. મહત્વનુ છે કે, આવી ચાઈનીઝ દોરીના વેપારમાં પોલીસ વેપારીઓ સામે કડક પગલા ભરી આવા વેપલાને ખુલ્લો પાડે તેવી માંગ પ્રબળ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.