ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના ડાકોર ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ખેડા - નડિયાદ ના સંયુક્ત ઉપક્રમે ડાકોર ફાગણોત્સવ 2023 રાધા કુંડ રોડ ડાકોર ખાતે યોજાયો હતો.
ભાવિભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન રહે તેની વિશેષ કાળજી લેવાઈ
પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે ડાકોરના ફાગણી પૂનમના મેળાનું મહત્વ લોકોને જણાવ્યું અને મેળો ચાલુ થાય તે પહેલાથી જ જિલ્લા વહીવટી તંત્ર પદયાત્રીઓ અને ભાવિભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન રહે તેની વિશેષ કાળજી લેવા બદલ અને ડાકોર ફાગણોત્સવ 2023ના કાર્યક્રમ બદલ જિલ્લા વહીવટી તંત્રને શુભેચ્છાઓ પાઠવી. સાથોસાથ સાંસદએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી જ ધાર્મિક સ્થળો પર વિશેષ ધ્યાન આપ્યું હતું અને આજે તેઓ દેશના વડપ્રધાનની કમાન સાંભળ્યા પછી ચારેય દિશામાં જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ધાર્મિક સ્થળોનો વિકાસ તેઓએ વેગવંતો કર્યો છે.
કલાકાર હેમંત ચૌહાણ દ્વારા ભક્તિ ગીતોથી ડાકોરના પદયાત્રીઓ ભક્તિરસમાં તરબોળ કર્યા
વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકારે ગુજરાતના ધાર્મિક સ્થળોનો વિકાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કર્યો છે જેમાં પાવાગઢનો શિખર, અંબાજી, સોમનાથ,અને ગિરનાર જેવા ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા ગણેશ વંદના, હુડો નૃત્ય, મિશ્ર રાસ, લાવણી નૃત્ય,આદિવાસી નૃત્ય જેવા નૃત્યોની રજૂઆત કરવામાં આવી હતી.સાથોસાથ કલાકાર હેમંત ચૌહાણ દ્વારા ભક્તિ ગીતોથી ડાકોરના પદયાત્રીઓ, કલા રસીકો અને નગરજનોને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા.
આ કાર્યક્રમમાં વિવિધ લોકો હાજર રહ્યા
ઉલ્લેખનીય છે કે ફાગણોત્સવ દ્વીદિવસીય કાર્યક્રમ 5-6 માર્ચના રોજ પદયાત્રીઓ , કલારસિકો અને નગરજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિહ પરમાર, માતર ના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર બી.જી.પ્રજાપતિ, ઇન્ચાર્જ કલેકટર બી.એસ.પટેલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.આર. રાણા ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.