નડિયાદ શહેરના એસ.ટી સ્ટેન્ડ માં ચોમાસાને કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે. સ્થિતિ એવી છેકે એસ.ટી. બસ ડેપોમાં પ્રવેશ કરે એટલે સૂઇ રહેલા મુસાફરોને આપોઆપ ખબર પડી જાય કે નડિયાદ આવ્યું. જીહા, મોટા મોટા ખાડાને કારણે બસ ખાડામાં પછડાય છે, પછી અંદર બેસેલા મુસાફરો પણ આમથી તેમ અથડાતા હોઈ ઇજાઓ થવાની ફરિયાદ ઉઠી છે.
ચોમાસાને કારણે રસ્તો તો ખરાબ થઈ ગયો છે, પરંતુ ચોકાવનારી બાબત એ સામે આવી છેકે આ તૂટેલા રસ્તાને કારણે જો કોઈ એસ.ટી. બસના જમ્પર કે પાટો તુટી જાય તો તેનો ખર્ચ બસ ડ્રાઈવરના પગાર માંથી કાપવામાં આવે છે. એસ.ટી. સ્ટેન્ડ પર કેટલાક ડ્રાઈવરોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ડેપોમાં તૂટેલા રોડ ફક્ત મુસાફરો માટે નહી ડ્રાઈવરોના ખિસ્સા માટે પણ જોખમી બન્યા છે.
વરસાદ બંધ થાય એટલે રિપેરીંગનું કામ શરૂ થશે
હમણા જે વરસાદી માહોલ છે, તેના કારણે ખાડા પડી ગયા છે. પુરાણ નું કામ હજુ એક સપ્તાહ પહેલા જ પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ વરસાદી પાણી ભરાવાથી ફરી ખાડા પડી જાય છે. તેમજ બસ વધુ સ્પિડમાં હોય અને નુકસાન થાય તો જ ડ્રાઈવરની જવાબદારી બને છે. ખાડા તો ચોમાસામાં પડ્યા, પરંતુ બાકી દિવસોમાં પણ બસને નુકસાન થતું જ હોય છે. યોગ્ય તપાસ બાદ જ કાર્યવાહી થાય છે.> રીનાબેન દરજી, ડેપો મેનેજર, નડિયાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.