'વડીલ વંદના':નડિયાદની સેવાકીય સંસ્થાને 21 વર્ષ પૂર્ણ થતાં જિલ્લાના 4 જેટલા વૃદ્ધાશ્રમમાંથી 150થી વધુ વડીલોના આશીર્વાદ મેળવ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સેવાકીય ભૂમી તરીકે જાણીતા બનેલ સાક્ષરભૂમી નડિયાદમાં અનેક સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે. તેમાંની એક એટલે નિરાંત સેવાશ્રમ, સમાજ ઉપયોગી આ સંસ્થાને તાજેતરમાં 21 વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે 'વડીલ વંદના' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાના 4 વૃદ્ધાશ્રમમાંથી 150 ઉપરાંતના વડીલોને આમંત્રણ આપી એક છત નીચે બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ સંસ્થાના ટ્રસ્ટી અને આગેવાનોએ સૌ પધારેલા વૃદ્ધ વડીલોના ચરણને દૂધ, પાણીથી અભીષેક કરી પૂજન કર્યુ હતું. આ બાદ સતત 9 કલાક સુધી વિવિધ અનેક પ્રવૃત્તિઓ કરાવી વૃદ્ધાશ્રમમાથી પધારેલા સૌ વડીલોને તરબોળ કરાયા હતા અને છેલ્લે વડીલોને વિદાય આપવામાં આવી હતી.

વૃદ્ધાશ્રમમાંથી અંદાજીત 170 જેટલા વડીલ વૃદ્ધો હાજર રહ્યા નડિયાદમાં ભૂખ્યાને ભોજન, સેવા કેમ્પ, સ્વાસ્થ્ય, શિક્ષણ, સહિતની અનેક પ્રવૃત્તિઓ કરી રહેલ નિરાંત સેવાશ્રમને તાજેતરમાં સેવાના 21 વર્ષ પૂર્ણ થઈ 22મા વર્ષમા મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બિપીન પટેલે નોખી રીતે ઉજવણી કરી સમાજમાં પ્રેરણાદાયી સંદેશ વહેતો કર્યો છે. જિલ્લાના નડિયાદ, પીજ, રૂણ અને ડાકોર એમ કુલ 4 જેટલા વૃદ્ધાશ્રમના વડીલોને એક જ છત નીચે ભેગા કર્યા હતા. નડિયાદમાંથી દીકરાનુ ઘર, પીજ ખાતેથી જલારામ વૃદ્ધાશ્રમ, રૂણ ખાતેથી આશરો અને ડાકોર ખાતેથી અશક્ત આશ્રમ વૃદ્ધાશ્રમમાંથી અંદાજીત 170 જેટલા વડીલ વૃદ્ધો હાજર રહ્યા હતા.

સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો
નડિયાદ શારદા મંદિર સ્કૂલ રોડ વરીયા પ્રજાપતિની વાડી ખાતે આ વડીલ વંદના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌ પ્રથમ વૃદ્ધાશ્રમમાથી પધારેલા સૌ વડીલોના ચરણ પૂજન વિધી કરાઈ હતી. તમામ વડીલોના દૂધ, પાણીથી ચરણ પૂજન કર્યા હતા. આ બાદ ભજન, પૌષ્ટિક આહાર, રમત તથા જીવન જરૂરીયાત કીટ અર્પણ કરી છેલ્લે વિદાય કરાયા હતા.

3 સંતોએ હાજર રહી આર્શીવચન પાઠવ્યા
આ પ્રસંગે સંતરામ મંદિર નડિયાદના સંત હરિદાસ મહારાજ, નિરંજ આશ્રમના અસંગાનંદ સરસ્વતીજી અને નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાંથી કોઠારી સર્વમંગલ સ્વામી હાજર રહી આર્શીવચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ઈપ્કોપરિવારના દેવાંગ પટેલ દ્વારા રૂપિયા 1 હજારની કીટ અર્પણ કરઈ હતી. આ પ્રસંગે ઈપ્કોમાથી આવેલા ધનીષભાઈ પટેલ, જતીનભાઈ ભટ્ટ, સભ્યો અને મહાનુભાવોમા આધ્યાત્મિક વક્તા ભુપેન્દ્ર બ્રહ્મભટ્ટ, મનુ મહારાજ, હરીભાઈ પટેલ, રાજુભાઇ બ્રહ્મભટ્ટ, નિતીનભાઇ ઉપાધ્યાય, ભરતભાઈ શાહ, સચિનભાઈ પટેલ, ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ, દિલીપભાઈ ભટ્ટ તેમજ અનેક અગ્રણીઓ અને વૃધ્ધાશ્રમના સંચાલકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...