ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજના દરબારમાં સૌપ્રથમ વખત એલઈડી ધજા ચઢાવવામાં આવશે. દ્વારકાની જેમજ ડાકોર રણછોડરાયજીના મંદિરના વિશાળ ઘુમ્મટ એલઈડી ધજાથી ઝગમગી ઉઠશે. એલઈડીથી રાત્રીનો નજારામા ચાર ચાંદ લાગશે. ગતરોજ આ ધજાને શાસ્ત્રોક્ત વિધીથી પૂજન કરવામાં આવ્યું હતું. તેના પછી આજે સમી સાંજે આ ધ્વજારોહણ કરવામાં આવશે. આમ તો ગતરોજ આ ધ્વજારોહણની વિધી સંપન્ન કરી દેવાની હતી. પરંતુ સંધ્યાકાળ હોવાથી ધ્વજારોહણની વિધી આજે કરાશે.
ઈતિહાસમા પ્રથમવાર એલઈડી ધજા મંદિરના શિખર પર ચઢાવાશે
ભરવાડ સમાજ દ્વારા દ્વારકાધીશની પ્રેરણાથી ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ઈતિહાસમા પ્રથમવાર એલઈડી ધજા મંદિરના શિખર પર ચઢાવાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે ગતરોજ સોમવારે આ એલઈડી ધજાનુ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરાયું હતું. મંદિર પરિસરમાં આ ધજા સાથે પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આ અવસરે 'જય રણછોડ' ના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. આ બાદ આજે સમી સાંજે ભાવિક ભક્તો દ્વારા આ નવીન ધજાનુ ધ્વજારોહણ વિધી કરાશે. આ ધજા રાત્રે અંધારામાં ઝગમગતા મંદિરનો નજારો અલૌકિક દેખાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.