અવનવી રાખડીઓનો ક્રેઝ:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ વેરાયટીવાળી રાખડીઓનું આગમન, બાળકો માટે કાર્ટૂન, વોચ સહિત બાલ ગણેશની રાખીનુ ધૂમ વેચાણ

નડિયાદ15 દિવસ પહેલા
  • રાખડીઓ સાથે કંકુ અને ચોખાનુ પણ અનોખુ કોમ્બિનેશન સાથેની રાખડીઓની બોલબાલા વધી

શ્રાવણ માસના પ્રારંભ સાથે જ અનેક તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે. રક્ષાબંધનના પર્વને આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારને લઈને નડિયાદ સહિત સમગ્ર જિલ્લાના બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓ વેચાણ અર્થે આવી ગઈ છે. જેના કારણે બજારોમાં રાખડીઓ ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અવનવી પ્રકારની વિવિધ રાખડીઓની બોલબાલા વધી છે. તો ચાલુ વર્ષે રાખડીઓ સાથે કંકુ અને ચોખાનુ પણ અનોખુ કોમ્બિનેશન સાથેની રાખડીઓની ક્રેઝ જોવા મળ્યો છે.

અવનવી વેરાઈટી વાળી રાખડીઓ આવતા આકર્ષણ ઊભું થયું
રક્ષાબંધનને લઈને બજારોમાં ચહલપહલ વધી છે. ખાસ કરીને જિલ્લાના મુખ્ય મથક નડિયાદ એ વર્ષોથી રાખડીઓ માટેનુ હબ ગણાય છે. રાખડીના મુખ્ય બજાર ગણાતા એવા ડુમરાલ બજારમા લારીથી લઈને મોટી મોટી દુકાનોમા અવનવી આકર્ષક રાખડીઓ વેચાણ અર્થે આવી ગઇ છે. વિવિધ પ્રકારની અવનવી વેરાઈટી વાળી રાખડીઓ આવતા આકર્ષણ ઊભું થયું છે. તો વળી બાળકો માટે પણ વિવિધ કાર્ટૂન, વોચવાળી તથા બાલ ગણેશ સહિતની રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. ઉપરાંત અમેરિકન સ્ટોન (એડી) પર વર્ક કરેલ ભૈયા-ભાભીની રાખડીઓની બોલબાલા પણ વધી છે.

NRI વર્ગને રાખડીઓની અલગ પંસદગી હોય છે
ખાસ કરીને આ વખતે આવી જે ઊંચી કિંમતની રાખડીઓ છે તેમા કોમ્બો ઓફર એટલે કે તે રાખડીના પેકેટની અંદર જ કંકુ અને ચોખની એમ‌ બે નાનકડી બોટલો હોય છે જે રાખડી આજે NRI વર્ગને વધુ પંસદ આવી રહી છે. આવી રાખડીઓનુ આ વખતે ચલણ વધ્યું હોવાનું દુકાનદારો કહી રહ્યા છે. રાખડીઓના આ બજારમાં ચહલપહલ વધી છે. જેમ જેમ પર્વ નજીક આવશે તેમ તેમ ઘરાકી તેજ બનશે તેવુ દુકાનદારો ઈચ્છી રહ્યા છે.

રંગ-બેરંગી રાખડીઓ પર GSTનો મારથી વેપારીઓમાં રોષ
વધુમા આ વખતે રાખડી પર GST લાગતા રાખડી મોંઘી થઇ છે. તો 3 રૂપિયાથી લઈને રૂપિયા 450 સુધીની અને આથી ઉપરાંતની રાખડીઓ અલગ-અલગ લગભગ 2 હજાર જાતની વેરાઈટીમાં બજારમાં આવી છે. રંગ-બેરંગી રાખડીઓ પર આ વર્ષે GSTનો રંગ આ અંગે છેલ્લાં 20 વર્ષથી સિઝનેબલ વેપાર કરતા વેપારી જણાવ્યું હતું કે, આ વખતે રાખડી પર GST લાગતા રાખડીઓ મોંઘી થઇ છે. તો ગત વર્ષે રૂપિયા ત્રણ વાળી રાખડી આ વખતે રૂપિયા પાચમાં મળે છે. તો 10 વાળી રાખડીઓ રૂપિયા 30માં મળે છે. અલગ-અલગ અંદાજે 2 હજાર જેટલી વેરાઈટીની રાખડીઓ બજારમાં આવી છે. ભાભી રાખડી, ભાઈની રાખડી, ઓક્સોડાઈઝમાં અલગ-અલગ વેરાઈટી, શ્રીવલ્લી રાખડી, કાજુ રાખડી. તો નાના બાળકો માટેની રમકડા વાળી, કતરી લાઈટવાળી, બેલ્ટવાળી, સ્પિનર વાળી રાખડીઓ આવી છે. તો સૌથી મોંઘી ડાયમંડ વાળી રાખડીઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...