સહાય વિતરણ:વંદે ગુજરાત વિકાસ યાત્રાના આઠમાં દિવસે રથનું વણોતી ગામે આગમન

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 35 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરાઇ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાના આઠમાં દિવસે વિકાસ રથ ઠાસરા તાલુકાના વણોતી ગામની યોગેશ વિદ્યાલય ખાતે પહોંચ્યો હતો. જ્યાં ગામ લોકો અને નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક અને સામૈયા દ્વારા ઉત્સાહભેર વિકાસ રથ અને અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં એપીએમસી ચેરમેન, ઠાસરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાઓના 35 લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ, મુખ્યમંત્રી માતૃશક્તિ, ધાત્રી માતા, ઉજ્જવલા, વિધવા સહાય, વીજ જોડાણ જેવી યોજનાઓના કાર્ડ અને કીટોનું તથા પ્રમાણપત્ર અને અન્ન વિતરણ, ખેતી માટે સ્માર્ટ ફોન, પાક સંરક્ષણ યોજના અંતર્ગત દવા છાંટવાનો પંપ સહિત કુલ 35 લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

પ્રાસંગિક ઉદબોધન આપતા કાર્યક્રમના મુખ્ય અતિથિ એપીએમસી ચેરમેન યોગેન્દ્રસિંહ પરમારે વડાપ્રધાનના વિકાસના ભગીરથ કાર્યને બિરદાવી તમામ ગામ લોકોને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર બનાવવા અનુરોધ કર્યો હતો. સરકારના વિવિધ યોજનાકીય લાભોની ઝાંખી આપતા તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલીઓને તેમના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થામાં સહ ભાગીદાર બનવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વણોતી ગામના તમામ ક્ષેત્રે કરવામાં આવેલા વિકાસની વાત કરીને આ કાર્યમાં મદદરૂપ થનાર તમામનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...