ખેડા જિલ્લાની 5 બેઠકો પર ભાજપે ઉમેદવાર જાહેર કરાયા હતા પરંતુ મહેમદાવાદમાં કોકડુ ગૂંચવાયુ઼ હતું. આખરે હાલના ધારાસભ્ય અર્જુનસિંહને રિપીટ કરાયા છે. 10 નવેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરનાર ભાજપે ખેડા જિલ્લાની 6 બેઠકો પૈકી 5 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. પરંતુ ગત વિધાનસભાના કેબિનેટ મંત્રીની જ ટિકિટ પ્રથમ યાદીમાં જાહેર ન થતા અનેક ચર્ચાઓ વચ્ચે સસ્પેન્સ ઉભુ થયું હતું. વળી બીજી યાદીમાં પણ નામ જોવા મળ્યું નહતુ.
જેના કારણે આર.એસ.એસના પ્રખર કાર્યકર ગણાતા અર્જુનસિંહ ચૌહાણ માટે એક ઉચ્ચ શાખાના અધિકારીએ દિલ્હી સુધી લોબિંગ શરૂ કરાયું હતું. ચર્ચા તો એવી પણ છેકે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અતુટ શ્રધ્ધા ધરાવતા અર્જુન સિંહ માટે નડિયાદ બીએપીએસ ના એક સંત દ્વારા દિલ્હી સુધી છેડો લગાવવામાં આવ્યો હતો.
જેના કારણે ભારે સસ્પેન્સ અને ઉત્સુકતાઓ વચ્ચે રવિવારે સવારે અર્જુનને ચૂંટણી જંગમાં ઉતરવા માટે આશીર્વાદ મળી ગયા છે. ભાજપ માટે મહેમદાવાદ અને માતર બેઠક માથાના દુખાવા સમાન બની હતી. જો કે માતર પર ટિકિટ કપાતા રિસાઇને આપમાં ગયેલા કેસરીસિંહને પરત લાવી ડેમેજ કંટ્રોલ કરી લેવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.