ચરોતરની 6 પાલિકામાં ચીફ ઓફિસરની બદલીઓ કરાઈ છે. તો વીજળીના બાકી બિલ થી પરેશાન ડાકોર અને મહેમદાવાદ પાલિકામાં અધિકારીઓને બદલ્યા છે. મહેમદાવાદના પાર્થ ગોસ્વામી ની બોટાદ બદલી થઈ છે. જેમના સ્થાને દાહોદ થી કમલકાંત પ્રજાપતિને મુક્યા છે. ડાકોરના સંજય પટેલને થાનગઢ ખાતે અને તેમના સ્થાને છોટા ઉદેપુર થી અતુલચંદ્ર સિંહાને મુક્યા છે.
જ્યારે કણજરી રાજુભાઈ રબારી અને ચકલાસી પાલિકા ખાતે નિકુંજભાઈ રાઠવાની નિમણુંક કરી છે. જો વાત કરીયે આણંદ જિલ્લાની તો ઓડ પાલિકાના હરેશકુમાર બ્રહ્મભટ્ટ ને દામનગર ખાતે ખસેડાયા છે. જ્યારે તેમના સ્થાને ભાભર થી સદ્દામ હુસૈન અંસારીને મુક્યા છે. પેટલાદના સંજયકુમાર રામાનુજ ને ગાંધીધામ ખસેડાયા છે, જ્યારે તેમના સ્થાને કલોલના નીતિનભાઈ બોડાતને મુક્યા છે. જ્યારે આંકલાવ વિપુલ પનારાને બગસરા મુકવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.