ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં કાર્યરત એન.એસ.એસ. યુનિટના વાર્ષિક શિબિરનું ઉત્તરસંડા ગામે આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરના ઉદઘાટનનો કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવેના અધ્યક્ષસ્થાને તથા મગનભાઇ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. એસ. એન. ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિથી યોજાયો હતો.
ગ્રામ સફાઈ, પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાન યોજાયા
આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે જે.એસ.આયુર્વેદ કોલેજના આચાર્ય ડો.કલાપી પટેલ તથા મુખ્ય મહેમાન તરીકે ઉત્તરસંડા ગામના સરપંચ ઈશિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એક સપ્તાહની આ શિબિર દરમ્યાન નેત્ર ચિકિત્સા, દંત ચિકિત્સા, ડાયાબિટીસ ચેકઅપ, બાળકો માટે સ્પેશ્યલ હેલ્થ ચેકઅપ, વિવિધ પ્રકારની જાગૃતિ રેલીઓ, સાંસ્ક્રુતિક કાર્યક્રમ, પ્રભાતફેરી, દૈનિક યોગશિબિર, બેટી બચાવો - બેટી પાઠવો, પર્યાવરણ જાગૃતિ વગેરે વિષયક સૂત્ર લેખન, પ્રાથમિક શાળામાં શૈક્ષણિક તથા મેદાની સ્પર્ધાઓ, હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે મનોવૈજ્ઞાનિક પ્રયોગ નિદર્શન કાર્યક્રમ, ડો.પંકજ પટેલ, સંજય વાઘેલા, અરવિંદસિંહ રાણાના બોધાત્મક વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ, શૌચાલય સર્વેક્ષણ, ગ્રામ સફાઈ, પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાન, ઝાડને ગેરુ અને ચુનાથી રંગવા, એઇડ્સ અવરનેસ પેમ્પલેટ વિતરણ તથા સમજૂતી વગેરે સામાજિક ઉત્થાન કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
યોજાયેલ સ્પર્ધામાં નંબર મેળવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા
આ વાર્ષિક શિબિર સમાપન કાર્યક્રમમાં આચાર્ય તથા સરપંચએ સ્વયંસેવકોની કામગીરીને બિરદાવી હતી તથા શાળામાં યોજાયેલ સ્પર્ધામાં નંબર મેળવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર શિબિર દરમ્યાન કુમાર શાળાના આચાર્ય કિરીટ જોષી, કન્યા શાળાના આચાર્ય અપેક્ષાબેન પારેખ, માજી સરપંચ કૌશિક પટેલ, હરિહર પટેલ, રજની પટેલ, વિપુલ પટેલ, દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી મુકેશભાઇ, રાકેશભાઈ તથા ધર્મેશ પટેલનો ખૂબ જ સહકાર સાપડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.