મોબાઈલના આધુનિક યુગમાં BSNLની સેવાઓ સતત કથળી રહી છે. કથળતી જતી સ્થિતિને પાટા પર લાવવા BSNL દ્વારા નીત નવા પ્લાન લાવી ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કનેક્સન લેનાર ગ્રાહકોને પાછળથી કંપીની સેવાનો કડવો અનુભવ થતા કચેરીના ધક્કા ખાવાનો વારો આવે છે.
નડિયાદમાં ટ્રાવેલ્સ અને નોટરીનો વ્યવસાય કરતા સંદિપભાઈએ જણાવ્યું હતું કે BSNLના આકર્ષક પ્લાન જોઈને તેઓએ ખાનગી કંપનીનો પ્લાન બંધ કરી BSNLનો પ્લાન લીધો હતો. પરંતુ અઠવાડિયામાં બે વાર સરકારી કંપનીનું કનેક્શન હેરાન ના કરે તો તે સરકારી ન કહેવાય. તેઓની ફરિયાદ છેકે કોઈપણ કામ કરતા ચાલુ હોય ત્યારે જ અચાનક નેટ બંધ થઈ જતું હોય છે, જેના કારણે અધવચ્ચેથી કામ અટકી જાય છે. વારંવાર આ બાબતે BSNL કચેરીમાં જઈ રજુઆત કરવા છતાં સમાધાન તો દૂર સંતોષકારક જવાબ પણ મળી રહ્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.