• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Anghadi's Daughter Of Galateshwar Filed A Complaint Against The In laws, The Husband Wanted To Bring Her Into The House By Entering Into A Consensual Agreement With Another Woman.

પરિણીતા પર ત્રાસ:ગળતેશ્વરના અંઘાડીની દીકરીએ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી, પતિ અન્ય સ્ત્રી સાથે સમજુતી કરાર કરી ઘરમાં લાવવા માંગતો હતો

નડિયાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામની દીકરીએ પોતાના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. પતિ અન્ય સ્ત્રી સાથે સમજુતી કરાર કરી તૂણીને ઘરમાં લાવવા માંગતા પરણીતાને ઘરની બહાર તગેડી મૂકતા બેબાકળી બનેલી પરણીતાએ પોલીસનો સહારો લીધો છે.

સામાજિક પ્રસંગોપાત પણ બહાર જવા આવવા દેતા નહોતા
ગળતેશ્વર તાલુકાના અંગાડી ચપટીયા ગામે રહેતી 30 વર્ષે યુવતીના લગ્ન વર્ષ 2009મા અમદાવાદ સ્થિત રહેતા યુવાન સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેણીએ બે સંતાનોને જન્મ આપ્યા હતા. જેમાં એક હાલ 13 વર્ષની દીકરી અને એક આઠ વર્ષનો દીકરો છે. પરણીતાને અવારનવાર તેણીની સાસરીમાં પાબંદી લગાવતાં તેમ છતાં તમામ ત્રાસ મુંગા મોઢે સહન કરતી હતી. સામાજિક પ્રસંગોપાત પણ બહાર જવા આવવા દેતા નહોતા. ઉપરાંત સંતાનોને ચાલતા શાળાએ મુકવા જવાનુ કહેતા હતા. દાગીના તેમજ અન્ય બાબતે સાસુ અને પતિ કકળાટ કરતા હતા.

સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
આ કકળાટ ઓછો હોય તેમ પતિએ અમદાવાદની અન્ય સ્ત્રી સાથે સમજુતીનો કરાર કરી તેને ઘરમાં લાવવા માંગતા હોય વધુ ત્રાસ પરણીતા પર ગુજારવામાં આવતો હતો. અને આ ત્રાસ સહન કરીને પરણીતા રહેતી હતી અને આમ છતાં પણ તેણીને એક દિવસ સાસરીમાંથી તગેડી મૂકી છે. બેબાકળી બનેલી પરણીતાએ પોતાના પિયરમાં આવી સેવાલીયા પોલીસ મથકે પોતાના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...