વિવાદ:નડિયાદમાં એન્જલ બ્રોકિંગના સ્ટાફે ગ્રાહકને કહ્યું ‘ગેટ આઉટ’

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીને ગાળો ભાંડી, ઝપાઝપી કરતા મામલો પોલીસમાં પહોંચ્યો

નડિયાદમાં મહાગુજરાત હોસ્પિટલ પાસે આવેલ એન્જલ બ્રોકિંગની ઓફિસમાં ગ્રાહક સાથે માથાકૂટ કરી, ગાળો બોલી ઝપાઝપી કરતા સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે ઓફિસના સ્ટાફ દ્વારા પણ વેપારી સામે ફરિયાદ આપતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. નડિયાદમાં શેરની લે-વેચનું કામ કરતી એન્જલ બ્રોકિંગના સ્ટાફ દ્વારા ગ્રાહક સાથે ગેર વ્યાજબી વર્તણુક કરી છે. આ મામલે વાસણનો વ્યવસાય કરતા અંકુરભાઈ શાહ (ઉ.42) ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપી છેકે મંગળવારે સવારે તેઓ શેરના કામ અર્થે આ ઓફિસમાં ગયા હતા.

જ્યા ઈશાન ભાઈ પટેલ નામના વ્યક્તિને કોડ મેપિંગ કરવા માટે જાણ કરી હતી. જેથી ઈશાનભાઈએ તેમને બ્રાન્ચ મેનેજર અજયભાઈ સાથે વાત કરવાનું કહ્યું હતું. પરંતુ અજયભાઇ ઇસાન પાસે જ કામ કરાવવા અનુરોધ કરતા અંકુરભાઈ પરત ઇસાન પાસે ગયા હતા. જ્યાં બંને વચ્ચે મામલો બિચક્યો હતો. ઇસાન પટેલે ગુસ્સે થઈ 42 વર્ષીય અંકુરભાઈને ‘તુ ઓફિસમાંથી બહાર નીકળી જા, ગેટ આઉટ.’ કહી બહાર કાઢી મુક્યા હતા. જે દરમિયાન ઓફિસ સ્ટાફ સાથે ઝપાઝપીની ઘટના બની હતી. આ અંગે અંકુરભાઈએ કૌશલ રાવલ, ઈશાન પટેલ અને નિકુંજ રામી વિરૂદ્ધ નડિયાદ ટાઉનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...