ઠાસરાના ઢુણાદરામાં દહેજના દુષણે સુખી ઘર સંસારમા આગ ચાંપી છે. પીડીતાને તેના પતિ, સાસુ-સસરા નણંદ અને દિયરે નાની નાની વાતોમાં મહેણાં ટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો અને અને દહેજની માંગણી કરી છે. આથી કંટાળેલી પીડિતાએ પોતાના પિયરમાં આવી પોતાના સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે આ સમગ્ર ઘરેલુ હિંસાના બનાવમાં 3 વર્ષની માસૂમની જીવન અંધકારમાં ધકેલાયું છે.
ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન ચાર વર્ષ અગાઉ આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે રહેતા યુવક સાથે સમાજના રીતી રીવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પરિણીતા પોતાના સાસરીમાં આવી હતી. શરૂઆતના સમયગાળામાં સાસરિયાઓએ તેણીને સારી રીતે રાખી હતી. જેના કારણે પીડિતાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો જે હાલ ત્રણ વર્ષની છે.
લગ્નના એકાદ વર્ષ પછી તેના પતિને વિદેશ જવું હોય જેથી તેના પતિએ પીડીતાને પોતાના પિતા પાસેથી નાણાં લાવવા જણાવ્યું હતું. આથી પિડીતાના પિતાએ પાંચ લાખની મદદ કરી હતી. જેથી પરિણીતાનો પતિ વિદેશ સાઉથ આફ્રિકા ગયો હતો. જોકે આ સમયગાળામાં પીડિતા પોતાના સાસરે હતી અને નાની નાની બાબતોમાં પીડિતાના સાસુ સસરા તથા નણંદ અને દિયર તેણીને માનસિક-શારીરિક ત્રાસ આપતા હતા. જેની વાત પીડિતાએ પોતાના પતિને કરી હતી જોકે પતિ પણ તે લોકોનો ઉપરાણું લેતો હતો. આથી પરિણીતા કંટાળી ગઈ હતી.
વિદેશથી પરત ફરેલા પતિ સમક્ષ પત્નીએ આ બાબતે જણાવતા આક્રોશમાં આવેલા પતિએ પીડિતાને ગમેતેમ ગાળો બોલી તેમજ તેણીના સાસુ સસરા તથા દીયર અને નણંદનુ ઉપરાણું લઈ તેણીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા તેથી પરણીતાએ પોતાના પિયરમાં આવી આ સમગ્ર મામલે ડાકોર પોલીસ મથકે પોતાના પતિ હસમુખભાઈ ચંદુભાઈ તળપદા, સસરા ચંદુભાઈ નટુભાઈ તળપદા, સાસુ સરોજબેન ચંદુભાઈ તળપદા, નણંદ રંજનબેન વિક્રમભાઈ તળપદા અને દિયર રાજા ઉર્ફે અજય ચંદુભાઈ તળપદા (તમામ રહે.ઉમરેઠ, તા.આણદ) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498(A), 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.