હિટ એન્ડ રન:નડિયાદના ટુંડેલ પાસે અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારી, ચાલક રોડ પર પટકાતા મોત

નડિયાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ નજીકના ટુંડેલ ગામની સીમમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. કોઈ અજાણ્યા વાહને અહીયાથી પસાર થઈ રહેલા મોટરસાયકલ ચાલકને જોરદાર ટક્કર મારી હતી. જેથી ચાલકનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું છે. નોકરીએથી પરત આવતી વેળાએ મોટરસાયકલ ચાલકને અકસ્માત નડ્યો છે. સમગ્ર બનાવ સંદર્ભે વસો પોલીસે ગુનો નોંધ્યો છે.
અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર
નડિયાદ તાલુકાના કેરીયાવી ગામે વાઘેલાનગરમાં રહેતા 51 વર્ષિય અરવિંદભાઈ છોટાભાઈ વાઘેલાના નાનો દિકરો અનીલ પીજ ચોકડી નજીક સ્ટીલની ફેક્ટરીમાં નોકરી કરે છે. ગતરોજ સાંજના સુમારે અનીલ મોટરસાયકલ નંબર (GJ 07 EG 0353) લઈને નોકરીએથી પરત પોતાના ઘરે આવતા હતા. આ દરમિયાન ટુંડેલ ગામની સીમમાં ફેક્ટરીની સામે કોઈ અજાણ્યા વાહને અનીલના મોટરસાયકલને ટક્કર મારી આ વાહન ચાલક ફરાર થયો હતો.

પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો
આ અકસ્માતમાં અનીલ મોટરસાયકલ સાથે રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેઓનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. સમગ્ર મામલે મરણજનારના પિતા અરવિંદભાઈ વાઘેલાની ફરિયાદના આધારે વસો પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...