કાચુ મકાન પત્તાના મહેલની જેમ કડકભૂસ:નડિયાદના ગાજીપુર વિસ્તારમાં કાચું મકાન ધરાશાયી, ઘરના સભ્યો બહાર નીકળી જતા બચાવ થયો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે રાત્રે બે દુકાનો કાસમાં પડી જવાના બનાવ બન્યો હતો

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદના પગલે આજે સવારે નડિયાદમાં કાચુ મકાન પત્તાના મહેલની જેમ કડકભૂસ થયાનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે બે દુકાનો કાસમા પડી જવાના બનાવ બન્યો હતો. તો વળી આજે વહેલી સવારે નડિયાદના ગાજીપુર વિસ્તારમાં આવેલું એક કાચું મકાન ધરાશાયી થયુ હતું. સદનસીબે અંદર રહેતા લોકો તાત્કાલિક બહાર નીકળી જતા તેમનો બચાવ થયો છે.

ઘરવખરી તેમજ અન્ય સરસામાનને ભારે નુકસાન
નડિયાદમાં બે દિવસથી વરસાદના ભારે ઝાપટા પડી રહ્યા છે. જેના કારણે જનજીવન પર અસર પડી છે. તો બીજી બાજુ કાચા મકાનો કાચી દુકાનો પણ ધરાશાયી થવાના બનાવોમાં વધારો થયો છે. ગઈકાલે બે દુકાનો વરસાદના કારણે પડી ગઈ હતી. જ્યારે આજે સવારે નડિયાદના ગાજીપુર વિસ્તારમાં આવેલા નિયાઝ નિયાઝ કમિટી નજીક રહેતા શાહીદમિયા અમીરમિયા મલેકનું કાચું મકાન પડી ગયું હતું. જોકે, સદનસીબે અંદર રહેતા લોકો બહાર નીકળી જતા તેમનો બચાવ થયો છે. પરંતુ ઘરવખરી તેમજ અન્ય સરસામાનને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.
વિવિધ જગ્યા પર કાચા મકાનો
નડિયાદમાં વિવિધ જગ્યા પર કાચા મકાનો છે. શ્રમજીવો તેમજ ગરીબ લોકો આવા મકાનમા મજબૂરી વશ રહે છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે આવા મકાન પડી જવાની દેહશત પણ જોવા મળે છે. મહત્વનું છે કે નડિયાદમા તંત્ર દ્વારા આવા જર્જરિત મકાનો અને દુકાનોને ચોમાસા પહેલા જો નોટિસ આપી ઉતારી લેવા આદેશ કર્યો હોત તો આવી ઘટનાઓ હાલ પ્રકાશમાં ન આવત તેમ લોકમૂખે ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...