ખેતરમાં મગર ઘૂસ્યો:માતરના ગરમાળા ગામેથી ડાંગરના ખેતરમાંથી સાડા આઠ ફૂટના મગરનુ રેસ્કયુ કરાયું

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતર વનવિભાગના ઇન્ચાર્જ અધિકારી તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મગરનું સફળતા પૂર્વક રેસક્યુ કર્યું

નદી, તળાવમા જોવા મળતા મગર ક્યારેય રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતાં ભયનો માહોલ ઊભો થાય છે. ખેડા જિલ્લાના માતર પંથકના ગરમાળા ગામની સીમના ખેતરમાંથી અંદાજીત સાડા આઠ ફૂટ જેટલા લાંબા મગરનુ રેસ્ક્યુ કરાયું છે. આ મગરે દેખા દેતા સ્થાનિકોમા ફફડાટ ફેલાયો હતો. જોકે અંતે સ્થાનિક વનવિભાગે આ મગરને પકડી લીધો છે.

સરપંચે તુરંત સ્થાનિક વન વિભાગનો સંપર્ક કર્યો
માતર તાલુકાના ગરમાળા ગામની સીમમાં આવેલ એક ડાંગરના ખેતરમા મંગળવારની બપોરે મહાકાય મગરે દેખા દીધો હતો. જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ગામના સરપંચને થતા સરપંચે તુરંત સ્થાનિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો. બાદમાં માતર વન વિભાગના ઇન્ચાર્જ અધિકારી પોતાના સ્ટાફ સાથે અહીંયા પહોંચી ગયા હતા.

મગરને પરિએજ ખાતેના તળાવમા સહી સલામત રીતે મુક્ત કરાયો
પહોંચેલા વન વિભાગના અધિકારીઓએ આ મહાકાય મગરને ડાંગરના ખેતરમાંથી ભારે જેમ જ બાદ પકડી લીધો હતો. અંદાજિત સાડા આઠ ફૂટ જેટલા લાંબા આ મગરનુ રેસ્ક્યુ કરી તેને પરિએજ ખાતેના તળાવમા સહી સલામત રીતે મુક્ત કરાયો છે. આ બનાવના પગલે ગામમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...