• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Among The Candidates On 5 Out Of 6 Seats In Kheda District, None Are Graduates, None Are SSC Passers, Know The Educational Qualifications Of All

ભાજપના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત:ખેડા જિલ્લાની 6 પૈકી 5 બેઠક પરના ઉમેદવારોમાં કોઈ ગ્રેજ્યુએટ તો કોઈ SSC નપાસ, જાણો તમામની શૈક્ષણિક લાયકાત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પૈકી ગતરોજ ભારતીય જનતા પાર્ટીએ 5 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે. આ જાહેર કરેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો 3 ઉમેદવાર ગ્રેજ્યુએટ અને 2 અન્ડર ગ્રેજ્યુએટનો સમાવેશ થાય છે. મહુધા વિધાનસભા બેઠકના ઉમેદવાર FY B.A તેમજ માતર બેઠકના ઉમેદવાર 9 પાસ હોવાનું સામે આવ્યું છે.

ભાજપે ગુરુવારના રોજ જાહેર કરેલી યાદીમાં ખેડા જિલ્લાની 6 પૈકી 5 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા. આ ઉમેદવારોએ કેટલું શિક્ષણ મેળવ્યું છે તે અંગે રસપ્રદ વિગતો જાણવા મળી છે. ભાજપે જે ગતરોજ યાદી બહાર પાડી તેમાં જિલ્લાની 115 માતર બેઠક પરથી કલ્પેશભાઈ આશાભાઈ પરમાર, 116 નડિયાદ વિધાનસભા બેઠક પરથી પંકજભાઈ વિનુભાઈ દેસાઈ, 118 મહુધા વિધાનસભા બેઠક પરથી સંજયસિંહ વિજયસિંહ મહીડા, 119 ઠાસરા વિધાનસભા બેઠક પરથી યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર અને 120 કપડવંજ વિધાનસભા બેઠક પરથી રાજેશભાઈ મગનભાઈ ઝાલાની ઉમેદવારી તરીકે પસંદગી થઈ છે.
3 ઉમેદવારો ખેતી સાથે જોડાયેલા
આ તમામ લોકોના શૈક્ષણિક લાયકાતમાં 3 ગ્રેજ્યુએટ અને 2 અન્ડર ગ્રેજ્યુએટનો છે. આ ઉમેદવારોના વેપાર ધંધા પર નજર કરીએ તો, ઠાસરા, નડિયાદ અને મહુધા વિધાનસભા બેઠક પરથી જે ઉમેદવાર જાહેર થયા છે તે ખેતી સાથે સંકળાયેલા છે.
ભાજપના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પર નજર

  • માતર બેઠક પરથી ચૂંટણી લડતાં 54 વર્ષિય કલ્પેશભાઈ આશાભાઈ પરમાર SSC નપાસ છે
  • નડિયાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા 61 વર્ષિય પંકજભાઈ વિનુભાઈ દેસાઈ B.S.C. (રસાયણશાસ્ત્ર) સુધીનો અભ્યાસ ધરાવે છે
  • મહુધા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતાં 43 વર્ષિય સંજયસિંહ વિજયસિંહ મહિડા F.Y. B.A સુધીનો અભ્યાસ ધરાવે છે
  • ઠાસરા વિધાનસભા બેઠક પરથી 50 વર્ષિય યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર B.A. સુધીનો અભ્યાસ ધરાવે છે
  • કપડવંજ વિધાનસભા બેઠક પરથી 34 વર્ષિય રાજેશ મગનભાઈ ઝાલા B.A. સુધીનો અભ્યાસ ધરાવે છે
અન્ય સમાચારો પણ છે...