વસો તાલુકાના મિત્રાલ ગામે બેંક ઓફ બરોડા સાથે વિજ્યા બેંક મર્જ થયા બાદ કામગીરી પર કામનું ભારણ બેંકના કામ પર દેખાઈ રહ્યું છે. જેના કારણે દિવસ દરમિયાન ખાતેદારોની લાઈનો જોવા મળી રહી છે. બેંકનું એટીએમ પણ બંધ હાલતમાં હોવાથી રૂપિયા ઉપાડવા અને જમા કરાવવા માટે ખાતેદારોને લાઈનોમા ઉભા રહેવું પડતું હોવાની ફરિયાદ ઉઠી છે.
મિત્રાલ ગામમાં અગાઉ વિજયા બેન્ક અને બેન્ક ઓફ બરોડાની જુદી જુદી શાખાઓ હતી. બંને બેંકોનું વિલીનીકરણ થતા ખાતેદારોની સંખ્યા 8,800 પર પહોંચી ગઈ છે. એક તરફ એક બેંક બંધ થઈગઈ, જ્યારે બીજી તરફ એટીએમ મશીન પણ છાસવારે બંધ થઈ ગયા છે. ગામમાં છેલ્લા ત્રણ મહીના થી એટીએમ મશીન બંધ હોય લોકોને નાણાં ઉપાડવા ઘણી મુશ્કેલી પડી રહી છે. બેંકમાં નાણાકીય લેવડદેવડ ઉપરાંત ખેતી વિષયક તેમજ ધંધા રોજગારની લોન, શાળાની શિષ્યવૃત્તિ, વીમા યોજના જેવી કામગીરીનું પણ ભારણ રહેતું હોય છે. ત્યારે એટીએમ મશીનનું રીપેરીંગ કરવા અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ખાતેદારોમાં રોષ વ્યાપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.