કેન્દ્રીય ગૃહમંત્રી મહુધામાં:અમિત શાહે કહ્યું - 'ગુજરાતમાં સૌથી વધુ મૂડી રોકાણ, સૌથી વધુ સ્ટાર્ટ અપ થાય છે. કરફ્યુ ભૂતકાળ બની ગયું'

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી 5મી ડિસેમ્બરે જ્યાં બીજા ફેજમાં મતદાન થવાનું છે તે ખેડા જિલ્લાની મહુધા બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાના પ્રચાર્થે યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નડિયાદ અને મહુધા બેઠકના ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા હું અહીં આવ્યો છું.

130 કરોડની જનતાને કોરોના સામે સુરક્ષા પુરી પાડવાનું કામ વગરે કામો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા
મહુધના મતદારોએ નક્કી કરવાનું છે કે આપણો પ્રતિનિધિ કોણ હશે. કમળના નિશાન પર મત આપશો એ આવનારા પાંચ વર્ષ માટે ગુજરાતનું ભાવિ નક્કી કરનારો મત બની રહેશે. કોંગ્રેસના રાજમાં કોમી હુલ્લડો થતા. કોંગ્રેસના રાજમાં કૌભાંડો સિવાય કંઈ જ નહોતું, જયારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાલક્ષી કામો કર્યા,ગરીબોના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ,પીવાનું પાણી પહોંચાડવાનું કામ,ગરીબ પરિવારોમાં બીમારીની ચિંતા દૂર કરવાનું કામ,માં કાર્ડ,પીએમજય યોજના,130 કરોડની જનતાને કોરોના સામે સુરક્ષા પુરી પાડવાનું કામ વગરે કામો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા છે.

કાશ્મીરમાં 370 કલમ હટાવવાનું કામ ભાજપ સરકારની દેન છે, રામ મંદિરનું કામ પણ સુપેરે હાથ ધરાયુ
કોરોનામાં અને ત્યાર પછી ગરીબોના ઘેર મફત અનાજ આપવાનું કામ પણ ભ્રષ્ટચાર વિના થયું છે. ગુજરાતમાં સૌથી વધુ મૂડીરોકાણ,સૌથી વધુ સ્ટાર્ટ અપ થાય છે. કરફ્યુ ભૂતકાળ બની ગયો છે. ગુજરાતમાં લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. અમિત શાહે કોંગ્રેસના તૃષ્ટીકરણના રાજકારણને પણ આડે હાથ લીધી હતી. કાશ્મીરમાં 370 કલમ હટાવવાનું કામ ભાજપ સરકારની દેન છે. રામ મંદિરનું કામ પણ સુપેરે હાથ ધરાયુ છે. અંબાજી પાવાગઢ, કાશીવિશ્વનાથ, ઉજૈન મહાકાલના વિકાસમાં પણ વડાપ્રધાન નરેન્દ્્ મોદી સરકારે કામ કર્યું છે. ત્યારે નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી લાવવા હાકલ કરી હતી.

સહુ ભાજપના ઉમેદવારને ચૂંટી લાવવા હાકલ કરી
આ જનસભાને સંબોધતા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ગોરધન ઝાડફિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા સ્વાભિમાની છે. અને સ્વાભિમાની જનતા ચૂંટણીમાં જવાબ આપવાનું જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રપ્રેમ અને પ્રજાલક્ષી કાર્યો થી સહુ વાકેફ છે. ત્યારે તેમના વિશ્વાસને મજબૂત કરવા આપણે સહુ ભાજપના ઉમેદવારને ચૂંટી લાવવા હાકલ કરી હતી.

આ ગુજરાત 27 વર્ષ પહેલાં કેવું હતું અને સતત 27 વર્ષ પછી ભાજપની સરકાર ગુજરાતમાં કેવું છે
આ બેઠકમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,કેટલાક લોકો ઠાલા વચનો લઈને નીકળ્યા છે, કેટલાક મફત આપવા નીકળ્યા છે. પરંતુ તે લોકોની નજર ગુજરાતની તિજોરી પર છે. એવા લોકોની નજરથી ગુજરાતને બચાવવું છે. આ ગુજરાત 27 વર્ષ પહેલાં કેવું હતું અને સતત 27 વર્ષ જનતાના આશીર્વાદથી ભાજપની સરકાર ગુજરાતમાં છે. જેમાં જનતાની સુખકારીમાં સતત વધારો થયો છે. માળખાગત સુવિધાઓ વધી છે. નર્મદા યોજનાનું કામ સુપેરે પૂરું થયું એ બધું જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને આભારી છે.આપણે મહુધા સહિત ખેડા જિલ્લાની તમામ 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તેવું મતદાન કરવા ની આપણી સહુની જવાબદારી છે. આ જનસભામાં મહુધાના ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાએ ભાજપ તરફી મતદાન કરવા સહુ મતદારોને અપીલ કરી હતી.

આ બેઠક પર પરિવર્તન લાવવા જનતાને અપીલ કરાઈ
આ સંમેલનમાં મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ પણ મહુધના ઉમેદવાર સંજયસિંહ મહિડાને ચૂંટી લાવી આ બેઠક પર પરિવર્તન લાવવા જનતાને અપીલ કરી હતી.આ સંમેલનમાં ગુજરાત ભાજપના મંત્રી જાનવી વ્યાસ,નડિયાદ પાલીકા પ્રમુખ રંજનબેન,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, ભારતસિંહ પરમાર, મરીડા રાજ રાજેશ્વરી મેલડીમાતા મંદિરના ભૂવાજી, ધીરજસિંહ પરમાર, નટુભાઈ સોઢા, વિકાસ શાહ, અજયભાઈ બ્રહ્મભટ્ટ,જયંતીભાઈ સોઢા, મહુધા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો વગેરે સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...