સ્નેહમિલન:નડિયાદમાં ધર્મસિંહ દેસાઇ ટેકનીકલ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થઈ બાળપણના સંસ્મરણો વાગોળ્યા

નડિયાદ13 દિવસ પહેલા
  • સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ તથા રક્તદાન કેમ્પ યોજ્યો
  • ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બાળપણના મિત્રોને મળી ભાવવિભોર બન્યા

નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઇ ટેકનીકલ હાઈસ્કુલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એટલે કે 1992ના બેચના વિદ્યાર્થીઓ એકઠા થઈ બાળપણના સંસ્મરણો વાગોળ્યા છે. સ્કૂલના સંસ્મરણોને વાગોળી ક્લાસ રૂમમા બેન્ચ પર બેસી આનંદ માણ્યો હતો.

નડિયાદમાં મીલ રોડ પર આવેલી ધર્મસિંહ દેસાઇ ટેકનીકલ સ્કૂલના 1992ના વિદ્યાર્થીઓએ 30 વર્ષ પહેલાના જીવનના મહામૂલો સ્મરણો વાગોળ્યા છે. 30 વર્ષ પૂર્વેના મિત્રો અહિયા મળતાં એક બીજાને ભેટી પડ્યા હતા અને તું અહીંયા ક્યાંથી તુ હાલ શું કરે છે જે વાતોથી શાળાનુ પટાંગણ ગુંજી ઉઠ્યું હતું.‌ આ બાળપણના મિત્રો મળતા ભાવવિભોર બની ગયા હતા. આ સમયે નીરજ બારોટ, સુનીલ વાઘેલા, તેજસ પટેલ, ગિરીશ પટેલ, જયેશ વાઘેલા, પૂર્વ આચાર્ય ઈન્દુબેન, મધુબેન, ટ્રસ્ટી વી.આર.પટેલ, હાલના પ્રિન્સિપાલ સતીશ પટેલ તેમજ 35 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ સાથે મળી શાળામાં વૃક્ષારોપણ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો અને જીવનના સંસ્મરણો વાગોળ્યા હતા.

સ્કૂલના પટાંગણમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નમન કર્યા છે. હાલના ટ્રસ્ટી વી.આર.પટેલ, તથા પ્રિન્સિપાલ સતીશ પટેલનો આ તબક્કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...