ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન:નડિયાદ દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ એકમેકને હોંસે હોસે મળી કોલેજના પ્રોફેસર સાથે ભૂતકાળ વાગોળ્યો

નડિયાદ સ્થિત મહાગુજરાત મેડીકલ સોસાયટી સંચાલિત દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ ખાતે વર્ષ 2011થી 21 સુધીના કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન તાજેતરમાં યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ એકમેકને હોંસે હોસે મળી કોલેજના પ્રોફેસર સાથે ભૂતકાળ વાગોળ્યો હતો.

આ સંમેલનમાં મહાગુજરાત મેડીકલ સોસાયટીના ચેરમેન ભાસ્કરભાઈ ટી. દેસાઈ, કોલેજના ડાયરેકટર ર્ડા. બી. એચ. શેલત, કોલેજના આચાર્ય પ્રોફે. વિરેન્દ્ર જૈન તથા એલ્યુમની એસોસશીએશનના ટ્રેઝર૨ કુ. રશ્મી લીબાચીયા તથા એલ્યુમની એસોસશીએશનના મંત્રી નિર્મલ વાઘેલા હાજર રહ્યાં હતા.

સંસ્થાના ચેરેમેને પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું કે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તમે અમારા કોલેજનું ગૌરવ છો, તમે કોલેજમાં આવતા રહેજો અને હજુપણ કોલેજ કઈ રીતે વધુ પ્રગતિ કરે તેના અભિપ્રાયો આપો. જ્યાં સંસ્થાના ડાયરેકટરે કોલેજના વિદ્યાર્થીઓ પ્રથમ બેચથી અત્યાર સુધીની દરેક બેચના વિદ્યાર્થીઓ સામેલ થયા તે બદલ સૌને આવકાર્યા હતા. વિદ્યાર્થીઓએ કોલેજમાં અભ્યાસથી લઈ કોલેજના ફેકલ્ટી સુધીની સફળ યાદગારો પોતાના જીવનના સંસ્મરણોમાં કયારેય ભૂલશે નહી તેમ જણાવ્યું હતું.

કોલેજના આચાર્ય એ સૌને આવકારીને જૂની પુસ્તકો કોલેજની લાઈબ્રેરીને દાનમાં આપો જેથી સંસ્થા જરૂરિયામંદ વિદ્યાર્થીઓને બુક બેંકનો વધુ લાભ આપી શકે. ભાવિ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજજવળ બનાવવા માટે કોલેજ ધ્વારા કઈપણ મદદ કરવા કોલેજ હરહંમેશ તૈયાર છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં પ્રથમ બેચના ખુશ્બુ પટેલ તથા જુદી જુદી બેચના જય પટેલ, મનાલી પટેલે પોતાના મંતવ્યો રજુ કર્યા. એલ્યુમની મીટના આયોજનમાં પ્રિસ્કા, સ્વપનીલ, સુરભી, દિવ્યા, અમી તથા મીકીને કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીરલ પટેલે કરેલ હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ કુ. રશ્મિ લીબાચીયાએ કરેલ હતી.

અન્ય સમાચારો પણ છે...