શાંતિ ડહોળવાનો પ્રયાસ:ઠાસરાના કાલસરમા પશુનો કુરબાનીનો કથિત વીડિયો વાયરલ થતા ગામમા તંગદિલીનો માહોલ, વાત વધુ વણસે તે પહેલા પોલીસે સ્થિતિ સંભાળી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસ સહિત ‌ડીવાએસપી ઘટના સ્થળે દોડી આવી ગામમાં ચૂંસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો
  • સમગ્ર પ્રકરણમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી

ખેડા જિલ્લામાં છાશવારે કોમી છમકલામાં અગ્રેસર રહેલુ કાલસર ગામમાં ફરી એક વખત વાતવરણ ડહોળવાનો પ્રયાસ થયો છે. આજે બકરી ઈદના તહેવાર ટાણે જ અબોલ પશુનો કુરબાનીનો કથિત વીડિયો વાયરલ થતા કાલસર ગામમા‌ બે કોમ વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે, તુરંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે. વાત વધુ વણસે તે પહેલા જ પોલીસે સ્થિતિ સંભાળી હતી. આ સમગ્ર પ્રકરણમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.

તહેવાર ટાણે ગામમાં તંગદિલી પ્રસરી
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર ગામે બરેલી પોળની પાસે આવેલા તળપદ ફળિયામાં રવિવારે વાતાવરણ તંગ બન્યું હતું. અબોલ પશુનો કુરબાનીનો કથિત વીડિયો વાયરલ થતા કાલસર ગામમા તંગદિલી જેવું વાતાવરણ સર્જાયું હતું. જોકે, ઘટનાની જાણ ડાકોર પોલીસને અને ડીવાયએસપીને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વાત વણસે તે પહેલા સ્થિતી કાબૂમાં લઈ લીધી હતી. પોલીસે સમગ્ર પ્રકરણમાં 3 આરોપીની અટકાયત કરી ડાકોર પોલીસ સ્ટેશનએ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસસુત્રો તરફથી જાણવા મળે છે. હાલ સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મામલો વધુ ગરમાય નહી તેથી પોલીસે ગામમા પણ ચૂસ્ત ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. તહેવાર ટાણે મામલો ગરમાતા ગામમા તંગદિલી પ્રસરી ગઇ હતી.

​​​​​​​પોલીસે વાયરલ થયેલા વીડિયોની વાતને નકારી
આ મામલે ડાકોર પી આઇ ભીમાણીએ પશુના કુરબાની આપતા કથિત વાયરલ થયેલા વીડિયોની વાતને નકારી છે. તેઓએ જણાવ્યું હતું કે, કાલસર ગામમાં આજે બકરી ઈદના દિવસે એક પશુની કુરબાની આપવામાં આવી હતી. ગામના હિન્દુ સમાજને ગૌવંશની કુરબાની અપાઇ હોય તેમ લાગ્યું હતું, આના પગલે ગામનું વાતાવરણ ના ડોહળાય તે માટે પોલીસ ટીમ તુરંત ગામમાં દોડી ગઈ હતી અને પોલીસે કુરબાની આપેલા પશુનુ માસ કબજે લીધું હતું. કુરબાની કરેલું માસ ગૌવંશનું છે કે કેમ ? તે અર્થે કબજે લીધેલ માસનુ પશુ ચિકિત્સક પાસે પરીક્ષણ કરવામાં આવશે. ત્યાર પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...