રજૂઆત:નડિયાદમાં મુસ્લિમ વિસ્તારો પ્રત્યે પાલિકાના ઓરમાયા વર્તનનો આક્ષેપ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારકોશીયા, સંસ્કાર વિદ્યાલય, કબ્રસ્તાન ચોકડી તરફના રસ્તા ખખડધજ, કલેકટરને આવેદન પાઠવાયું

નડિયાદ પાલિકા દ્વારા વોર્ડ નં.5માં સુવિધાઓ આપવા બાબતે અન્યાય થઇ રહ્યો છે. આ વિસ્તાર મુસ્લિમ બહુમતી વાળો હોવાને કારણે પાલિકા સતત અન્યાય કરી રહી હોવાનો આક્ષેપ સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે. સોમવારના રોજ આ બાબતે જિલ્લા કલેક્ટરને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમજ યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે.

આ બાબતે ફારૂકભાઈ વાંકાવાલા દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છેકે વોર્ડ નં5માં આવેલ બારકોશીયા રોડનો રસ્તો, સંસ્કાર વિધાલય સુધી તથા કબ્રસ્તાન ચોકડીથી મલારપુરા ચોકડી સુધીના રસ્તા પર ભયંકર ખાડા પડી ગયા છે. તાયેદરમાં ખખડધજ રસ્તાને કારણે એક બાઈક સવારને અકસ્માત નડ્યો હતો, જેમાં તેનો અંગુઠો કપાઈ જતા રૂ.90 હજારનો ખર્ચ અને પાંચ માસ સુધી ઘરે બેસી રહેવાનું થતાં બાઈક સવારની આર્થિક અને માનસીક હાલત કફોડી બની છે. આ અંગેની ફરિયાદ જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...