શિયાળો બરાબર જામ્યો છે, હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. તેવામાં શરીરના રક્ષણના હેતુથી નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના તમામ 170 વિદ્યાર્થીઓને ગરમ ટોપી અને મોજાનું વિતરણ કરાયું છે.
બાળકોના ચહેરાઓ ફૂલગુલાબી થઈ ખીલી ઉઠ્યા
શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટના સક્રિય પ્રયત્નોથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર-સારસાના નિત્યાનંદ ગોરધનભાઈ પટેલ તરફથી આ વિતરણ કરવામાં આવ્યું છે.આ ગરમ ટોપી અને મોજા પામીને શાળાના બાળકોના ચહેરા પણ ફૂલગુલાબી થઈ ખીલી ઉઠ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી આ સહાય બદલ શાળાના આચાર્ય જયપાલસિંહ ઝાલા તથા હિતેશકુમાર બ્રહ્મભટ્ટે દાતાઓનો ખાસ આભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા નયનાબેન બ્રહ્મભટ્ટ, પિનાકિનીબેન રામી, સેજલબેન પંડ્યા,નિર્મલભાઈ પટેલ, સતીશભાઈ પટેલ તથા નિલેશભાઈ ઝાપડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.