ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં બાર એસોસિએશનની ચૂંટણી આગામી 16મી ડીસેમ્બરના રોજ યોજાનાર છે. જોકે, સેક્રેટરી ખજાનચી તેમજ કારોબારી સભ્યની બેઠકો બિન હરીફ આવી છે. જેના કારણે હવે માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.
630 મતદારો પ્રમુખ, ઉપપ્રમુખને નક્કી કરશે
પ્રમુખ માટે 4 ઉમેદવારો જ્યારે ઉપપ્રમુખ માટે 2 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણી મહત્વની બની જનાર છે. લગભગ 630 મતદારો 16મી ડીસેમ્બરના રોજ આ તમામ ઉમેદવારનું ભાવિ સીલ કરશે. નડિયાદ બારમા પ્રમુખ તરીકે ચૂંટણી મેદાનમાં ઊભેલા ઉમેદવારની વાત કરીએ તો, અનીલભાઈ વસંતભાઈ ગોતમ, મહેન્દ્રસિંહ હિંમતસિંહ સોઢા,પ્રિતેશકુમાર અશોકભાઈ પટેલ અને સુનીલ મંગલસિંહ ચૌહાણ છે.
કારોબારીની આઠ બેઠકો બિન હરીફ
ઉપપ્રમુખ માટે નટભાઈ સોમાભાઈ રોહીત અને સુનીલ કનુભાઈ પટેલ મેદાનમાં છે. આ ચૂંટણીમાં બિન હરીફ થયેલી બેઠકોની વાત કરીએ તો સેક્રેટરી માટે શબ્બીરઅહેમદ એમ. મલેક, જોઈન સેક્રેટરી પદે અશોકભાઈ રામજીભાઈ મહીડા બિન હરીફ આવ્યા છે. ખજાનચી પદે રિતેશકુમાર કે પટેલ બિન હરીફ આવ્યા છે. કારોબારીની અંદર આઠ બેઠકો બિન હરીફ બની છે. આમા અરવિંદભાઈ સોમાભાઈ પરમાર, પ્રદિપકુમાર કાંતીલાલ ચૌહાણ,વરસંગભાઈ મેલાભાઈ દેસાઈ,સંજયકુમાર રતીલાલ વાઘેલા, સુભાષ ઉમેદભાઈ મેકવાન,દીપલ શાહ, સાગર રાજેશકુમાર ભટ્ટ અને હરેન્દ્ર મુકેશભાઈ સેવકનો સમાવેશ થાય છે. તેમ ચૂંટણી અધિકારી બી. એ. પટેલે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.