ઉમરેઠ ગુરૂનાનાક નિવાસમાં રહેતા ભૂંડનો વેપાર કરતા અવતારસિંગ કલાણી તા.20 મે ના રોજ સાંજે 5 વાગ્યાની અરસામાં કઠલાલના ધારાસીંગ બીચ્છુટાંકે ફોન કરી કહે કે મારી પાસે હાલમાં 7 નંગ ભૂડ છે. તમે આવી લઇ જાઓ,તેમ કહેતા અવતારસિંગ, ઇન્દ્રજીત પીકઅપ બોલેરો લઇ અલીણા ચોકડી આગળ ઉભા હતા.તે સમયે ધારાસીંગ પીકઅપ ડાલુ લઇ આવ્યા હતા અને તેમની સાથે બીજા 3 વ્યક્તિઓ હતા તે આવી ગમે તેમ ગાળો બોલી કહેલ કે આ બાજુ આવશો નહી, તેમ કહી રાજેન્દ્રસિગે ધારીયુ મારી ઇજા પહોંચાડી હતી.
રાકેશભાઇએ લાકડી મારી હતી જ્યારે રાજાસીંગે હાથમાં રહેલ તલવાર મારવા જતા અન્ય વ્યક્તિઓ આવી જતા ચારેય વ્યક્તિઓ પીકઅપ ડાલુ લઇને જતા રહ્યા હતા. જતા સમયે કહે કે ફરીથી અમારી હદમાં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે અવતારસિંગ કલાણીએ મહુધા પોલીસ મથકે રાજેન્દ્રસિંગ બિચ્છુનોટાંક, રાજાસીંગ, રાજુભાઇ પનાજી મારવાડી અને રાકેશભાઇ સરાણીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.