દારૂ:અમદાવાદનો બૂટલેગર પ્રદીપસિંહ હજી ફરાર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ પરથી દારૂ સાથે પકડાયેલા 4 જેલભેગા
  • પીઠાઇ પાસેથી32 લાખનો દારૂ પકડાયો હતો

કઠલાલ પોલીસે પિઠાઇ ગામ જવાના રસ્તા થી થોડે આગળ છ દિવસ અગાઉ રૂ 32.95 લાખના વિદેશી દારૂ સાથે ચાર ઇસમોને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા હતા.શુક્રવારના રોજ રિમાન્ડ પૂર્ણ થતાં ચારેય ઇસમોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સેન્ટ્રલ જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે. બીજી તરફ છ દિવસ બાદ પણ અમદાવાદનો બૂટલેગર પ્રદીપ પોલીસને મળતો નથી.

કઠલાલ સ્થાનિક પોલીસની ટીમ તા.1 જાન્યુઆરી રાતે પિઠાઇ ગામ તરફ જવાના રસ્તે પ્રદીપસિંહ રાજપૂતે વેચાતી રાખેલ જમીનમાંથી રૂ 32.95 લાખ મૂદ્દામાલ સાથે સોમેન્દ્રસિંગ ઉર્ફે શિવા દેવેન્દ્રસિંહ રાજપૂત, અજીતસિંહ રામનારાયણ ઠાકુર, મૂકેશસિંગ ગીતમસીંગ ઠાકુર, બ્રિજમોહન ઉર્ફે કલ્લાસિંહ રાજપૂતને ઝડપી પાડી મંગળવાર સવારે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.દરમિયાન ચારેય ઇસમોની પૂછપરછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...