પાસા હેઠળ અટકાયત:મહુધામાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો અમદાવાદનો બુટલેગર પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સ મહુધા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ. 3.24 લાખના મુદ્દામાલ સાથે પકડાયો હતો
  • ખેડા જિલ્લા કલેક્ટરે બુટલેગરને પાસા હેઠળ સુરત જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો

અમદાવાદના બુટલેગરનો મહુધા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાયો હતો. આ બુટલેગરને ખેડા જિલ્લા કલેક્ટરે પાસા હેઠળ સુરત જેલમાં મોકલી આપવાનો હુકમ કરતાં એલસીબી પોલીસે આ બુટલેગરને પકડી પાડી સુરત જેલમાં મોકલ્યો હતો.

જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ-જુગારની બદી દૂર કરવા તથા અગાઉ દારૂની હેરાફેરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તેવા રીઢા ગુનેગારો વિરૂદ્ધ અટકાયતી પગલા લેવા સુચના આપી હતી. જેના અન્વયે મહુધા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂપિયા 3 લાખ 24 હજાર 200ના મુદ્દામાલ સાથે પકડાયેલા બુટલેગર અશફાક હસનભાઇ સંધી (રહે. અમદાવાદ) સામે પાસાની દરખાસ્ત કરવા માટે ખેડા જિલ્લા એલસીબી પોલીસે દરખાસ્ત તૈયાર કરી હતી.

આ દરખાસ્ત પોલીસ અધિક્ષકે કલેક્ટરને મોકલી આપી હતી, જે કલેક્ટરે મંજૂર રાખી હતી. જેથી બુટલેગરને સુરત જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવતાં ખેડા એલ.સી.બી પોલીસે આ બુટલેગરને પકડીને સુરત જેલમાં ધકેલી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...