અચાનક વાતાવરણ પલટાયું:નડિયાદમાં બપોર બાદ તેજ પવન સાથે વાતાવરણ બદલાયું, લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું પડ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ સમગ્ર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ઉનાળા જેવો આકરો તાપ પડી રહ્યો હતો. જોકે આજે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો છે. તેજ પવન ફુંકાતા રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી.

અમી છાંટણા વરસાદ વરસ્યો
ખેડા જિલ્લાના નડિયાદમા છેલ્લા થોડા દિવસથી ચામડી દઝાડે તેવો તાપ પડી રહ્યો હતો. ત્યારે લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું પડ્યું છે. આ ઝાપટું માત્ર રોડ‌ ભીજીવી દે તેવું હતું. ઝરમર વરસાદથી ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રાહત અનુભવી છે. જોકે આજે અચાનક વાતાવરણના પલટા બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમા સામાન્ય ઠંડક પ્રસરી ગઈ છે. જો આ પછી તાપ નીકળશે તો બેવડી ઋતુના કારણે ઘેર ઘેર માદગીના ખાટલાઓ હશે.

અન્ય સમાચારો પણ છે...