અકસ્માત:રિક્શામાં ભટકાયા બાદ મિનિ ટેમ્પો પલટી ગયો,યુવકનું મોત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલ્લાના મેળામાં જતાં પરિવારના 3 સભ્યો ઇજાગ્રસ્ત
  • માતરના નધાનપુરની સીમમાં બનેલી ઘટના

માતરના મઘરોલથી પાલ્લા મેળામાં જતા પરિવારને નધાનપુર ગામની સીમમાં સામેથી આવતી રીક્ષા સાથે ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો પલ્ટી ખાતા તેમાં સવાર ત્રણ વ્યક્તિઓને શરીરે ઈજા પહોંચી હતી. જ્યારે એક યુવકનું મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ટેમ્પીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.માતરના મઘરોલ ટેકરા‌વાળા ફળિયામાં રહેતા જગદીશભાઇ રાઠોડ મંગળવાર સવારે અગિયાર વાગ્યાના અરસામાં પાલ્લા મેળામાં જવા નીકળ્યા હતા.

તેમની સાથે તેમના પત્ની રણજીતાબેન, દિકરી મનીષાબેન, કાકા અજીતભાઇ, તેમના પત્ની કપિલાબેન, કુટુંબી અરવીંદભાઇ તેમના પત્ની દક્ષાબેન, કાકાના દીકરાની વહુ સેજલ, સાળો વિજય ટેમ્પામાં સવાર હતા. તેઓ લીંબાસીથી નધાનપુર રોડ પરથી પાલ્લા જવા નીકળ્યા હતા તે સમયે નધાનપુર ગામની સીમમાં રોડ પર જતા હતા તે સમયે સામેથી આવતી એક રીક્ષા સાથે ટેમ્પી ઘસાઈ જતા ટેમ્પાના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પી રોડ પર પલટી ખાઇ ગઇ હતી.

જેથી ટેમ્પામાં સવાર અરવીંદભાઇ, દક્ષાબેન અને રણજીતાબેન શરીરે ઈજા પહોંચી હતી. જેમાં જગદીશભાઇના કાકા અજીતભાઇ ઉં.45 ને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સમાં સોજીત્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે અધિકારીએ અજીતભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે ટેમ્પીના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...