ઉત્તરાયણ પર દિવાળી જેવો માહોલ:નડિયાદમાં દિવસભર આકાશ રંગબેરંગી પતંગોથી છવાયા બાદ રાત્રે ભવ્ય આતશબાજી

નડિયાદ22 દિવસ પહેલા

નડિયાદમાં આજે ઉત્તરાયણના તહેવારને લઈ દિવસભર યુવાઓએ ધાબા પર ચઢીને પતંગો ચગાવ્યાં હતા. જેબાદ ઉત્તરાયણની‌ ઢળતી સાંજથી મોડી સાંજ સુધી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. નડિયાદમાં ઉત્તરાયણ તહેવારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

નડિયાદ વાસીઓએ લાખો રૂપિયાની આતશબાજી કરી છે. ઉત્તરાયણની સમી સાંજ બાદ મોડી સાંજ સુધી ફટાકડા તથા આકાશમાં રંગબેરંગી આતશબાજી કરતાં આકાશમાં ચાંદ ચાંદ લાગ્યા હતા. આવો નજારો જોવા નડિયાદ વાસીઓ પોત પોતાના મકાનના ટેરેસ પરથી નિહાળ્યો હતો અને પોતાના મોબાઈલમાં આ ક્લીપ ઉતારી છે. દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું.‌ તો રાત્રે ભવ્ય આતશબાજી થતાં ઉત્તરાયણની રાત્રે ગજબનો નજારો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...