વસોના ટુંડેલ ગામની સીમમાં આવેલ હરખા તલાવડી પાસે આવેલ વીર રેસીડેન્સીની પાછળના બંધ પોલ્ટ્રી ફાર્મ પાસે વસો પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. આ સમગ્ર બનાવમાં રૂ 25.18 લાખનો વિદેશી દારૂ જપ્ત છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બનાવના 24 કલાક વીતી જવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દુર છે. વસો પોલીસે રૂ 25,18,800 નો મુદ્દામાલ જપ્ત કરી છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વળી લાખો રૂપિયાનો વિદેશી દારૂ તો ઝડપાયો પરંતુ એક પણ આરોપીને ઝડપાયા નથી. બીજી તરફ નડિયાદ શહેરના નામચીન બુટલેગર ગીરીશ પ્રજાપતિ, અને પિયુષ પટેલ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.
દરમિયાન વિદેશી દારૂ ઝડપાતા વહવીટીયા પોલીસ કોન્સ્ટેબલે દરમિયાનગીરી કરી વિદેશી દારૂ છોડાવવા બાબતે રકઝક કરી હોવાની જોરે પણ ચર્ચા પકડી હતી. આ વહીવટદાર જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. પરંતુ માતરના ઉંઢેલા પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાએ ચાર પોલીસ કર્મચારીની બદલી થતા વહીવટીયા કર્મચારીની બદલી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કરાઇ હતી. આ સમગ્ર પ્રકરણમાં ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ આ અંગે કોઈ સતાવાર ફરિયાદ નોંધાઈ ન હતી. બીજી તરફ વસો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.