ઈલાબેનની અનોખી સિદ્ધિ:કેન્સરથી સાજા થયા બાદ 16500 ફૂટની ઊંચાઇએ કૈલાસ માનસરોવર યાત્રા 28 દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈલાબેન - ફાઇલ તસવીર - Divya Bhaskar
ઈલાબેન - ફાઇલ તસવીર
  • કેન્સરને માત આપનારાં અમદાવાદનાં ઈલાબેનનો લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવા નડિયાદમાં કાર્યક્રમ

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સેન્ટ મેરીસ હાઈસ્કૂલ ખાતે સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેન્સર વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થા દર્દીઓના સર્વાંગી જીવન સુધારણા માટે કાર્યરત છે. કેન્સરના દર્દીઓની સેવા કરવી અને સમાજમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવી તે સંસ્થાનું મુખ્ય કાર્ય છે. નડિયાદની શાળામાં સંસ્થા વતી યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહેલ અમદાવાદની સંસ્થાના કોઓર્ડીનેટર ઈલાબેન વોરા કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં છે.

કેન્સરને માત આપનારા અમદાવાદના વ્યવસાયે એડવોકેટ છે. તેમનું 2007માં બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું. ઓપરેશન અને કેમોથેરાપીની સારવાર બાદ તેઓએ હિંમત હાર્યા વગર કેન્સર સામે લડી લઈ સંપૂર્ણપણે પૂર્વવત જીવન જીવવાનું નક્કી કર્યું. 2011માં તેઓએ દૂર્ગમ ગણાતી કૈલાસ માનસરોવરની યાત્રા કરી. 16500 ફૂટની ઊંચાઈ પર પણ તેઓને તકલીફ ન પડી અને 28 દિવસની આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી. 2013થી તેઓ સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સંસ્થા સાથે જોડાયા. આ સંસ્થાના અમદાવાદ કેન્દ્રના કોર્ડિનેટર તરીકે તેઓ હાલ કાર્યરત છે.

છાત્રોમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા વાર્તાલાપ
સેન્ટ મેરીસ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં, ખાસ કરીને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓમા તંદુરસ્ત જીવન શૈલી, આરોગ્ય અને કેન્સરને કેમ ટાળી શકાય એ વિષયક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં સંજીવની-લાઈફ બિયોન્ડ કેન્સર સંસ્થાના કોર્ડીનેટર ઇલાબેન વોરા, સેન્ટ મેરી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ ફાધર વિન્સેન્ટ પોલ, તેમજ માતર, વસો, ખેડા, નડિયાદ, કપડવંજના મહિલા શિક્ષકો તેમજ સેન્ટ મેરીસ હાઈસ્કૂલના 9 થી 12 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

આજે હેડ એન્ડ નેક કેન્સર ડે
આજે વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ છે. મોઢા તથા ગળાના કેન્સરનું નિદાન સમયસર ન કરાવીએ તો જીવનું જોખમ વધી જાય છે. મોં તથા ગળાના કેન્સર તમાકુ, બીડી અને દારૂ જેવા વ્યસનને કારણે થાય છે. વિશ્વમાં જે કેન્સરના દર્દીઓ નોંધાય છે. તેમાં 85 ટકા કેસ હેડ એન્ડ નેકના ભારતના હોય છે.

અન્ય સમાચારો પણ છે...