મહેમદાવાદના ખાત્રજ સીમના હેબ્રોનપૂરા રોડ પર બાઇક લઇ જતા બે યુવકોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે મારી મોત નિપજાવ્યુ છે. મહુધા બાદ મહેમદાવાદના ખાત્રજ સીમના હેબ્રોનપૂરા રોડ પર અજાણ્યા વાહને બે યુવકોના જીવ લેતા પરિવારમાં શોક છવાયો છે. આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે.
મહેમદાવાદના માકવા ભોઇવાસમાં રહેતા ભરતભાઇ ભોઇ બુધવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ખાત્રજ ચોકડી જવા માટે વિજયભાઇનુ બાઇક લઇ ગયા હતા.દરમિયાન ભરત ઉં.25 અને ભાવેશ ઉં.12 બાઇક લઇ અરેરી તરફ જઈ રહ્યા હતા.દરમિયાન મહેમદાવાદના ખાત્રજ સીમમાં આવેલ હેબ્રોનપૂરા રોડ પર અજાણ્યા વાહને બાઇકને અડફેટે મારતા બાઈક પર સવાર ભરત અને ભાવેશને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજયા હતા.
આ સમગ્ર બનાવની જાણ વિજયને તેના મિત્ર હેમંત ભોઇએ કરતા તેઓ બનાવ સ્થળે પહોચ્યા હતા.જ્યા મૃતકના પરિવારજનો અને અન્ય લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.મૃતક ભરત નવઘણભાઇ ભોઇ અને ભાવેશ બાબુભાઇ તળપદાની લાશ પરિવારજનો ખાનગી વાહનમાં મહેમદાવાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.આ સમગ્ર બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાત્રજ જવાનું કહી મિત્રનું બાઈક લઈને નિકળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.