લાખ્ખો લોકોના જીવ લેનાર અને કરોડો લોકોનું જીવન બરબાદ કરનાર કોરોનાની કળ હજુ વળી નથી. ભલે દેશ કોરોના મુક્ત થઇ ગયો હોય, પરંતુ કોરોનાએ આપેલા જખમ આજે પણ જીંદગીઓ હણી રહ્યા છે. ખેડાના કપડવંજમાં 10 વર્ષની દિકરી સાથે 42 વર્ષીય પિતાના મોત પાછળ પણ કોરોના જ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
મૂળ અમદાવાદમાં રહેતા ભાવિક પટેલે કપડવંજની જીજ્ઞા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે લગ્ન બાદ કપડવંજ માં સ્થાઈ થયા હતા. આર્થિક રીતે સુખી હતા અને કપડવંજ ના નેશનલ પ્લાઝા કોમ્પલેક્ષના ઇમાઇટ્સન જ્વેલરી ની દુકાન પણ હતી. તેમના લગ્ન જીવનમાં જોએલ નામની દીકરીને જન્મ આપ્યો હતો.
અન્ય લોકોની જેમ આ પટેલ પરિવારનું પણ જીવન શુખમય રીતે પસાર થઇ રહ્યું હતું. ત્યાં 2019 માં આવેલ કોરોના નામની બિમારીએ પટેલ પરિવારની જીજ્ઞાનો જીવ લીધો. નાની જોએલને ભાવિકના પાસે મુકી જીજ્ઞાબેન મૃત્યુ પામ્યા. પરંતુ ભાવિક કદી પણ તેને ભુલાવી શક્યો ન હતો. તેણીના મૃત્યુના દોઢ વર્ષ બાદ પણ ભાવિક હરરોજ પોતાના સ્ટેટસમાં જીજ્ઞાની યાદોને જીવંત રાખવાનો પ્રયાસ કરતા હતા.
પરંતુ 9 ડિસેમ્બરના રોજ તેનો સંયમ તુટી ગયો. અને પોતે જીજ્ઞા પાસે જવાનું નક્કી કરી લીધું હોય તેમ 10 વર્ષની જોએલનું ગળુ દબાવી હત્યા કરી નાખી. અને પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ઘટનામાં ભાવિકને દીકરીની હત્યાનો જવાબદાર ગણવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.