AAPની 15મી યાદી:કેસરીસિંહના યૂ ટર્ન બાદ માતર બેઠક પર AAPએ લાલજી પરમારને ઉમેદવાર બનાવ્યા

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારને બદલવો પડ્યો છે. માતર બેઠક પર અંતે આમ આદમી પાર્ટીએ આ પક્ષના સંગઠન મંત્રીની જવાબદારી સંભાળતા લાલજીભાઈ મેલાભાઈ પરમારને ટિકિટ આપી છે.

ખેડા જિલ્લાની 115- માતર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર નક્કી કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટીએ અહીંયાના સ્થાનિક યુવા મહિપતસિંહ ચૌહાણને ટિકિટ આપી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો હતો. પરંતુ મહિપતસિંહે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે મે તો આમ આદમી પાર્ટીમાથી ક્યારનું રાજીનામું આપી દીધું છે આમ છતાં પણ‌ મારુ નામ કેમનુ જાહેર થયું તે મને પણ ખબર નથી. જોકે આ બાદ આમ આદમી પાર્ટીના ઘણા લોકોના મન ઊચા થયા હતા. તો બીજી તરફ છેલ્લા 2 દિવસ માતરના ભાજપના ધારાસભ્ય આપમાં જોડાયા હતા અને એ બાદ તેમને ટિકિટ અપાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. જોકે આજે આમ આદમી પાર્ટીએ આ બેઠક પરના ઉમેદવારને ફેરબદલ કરી દીધો છે અને અહીયા સંગઠન મંત્રી તરીકે જવાબદારી સંભાળતા લાલજીભાઈ મેલાભાઈ પરમારને ટિકિટ આપી છે. લાલજીભાઈ પોતે મુળ માછેયેલના છે અને ગામની દૂધ મંડળી સેક્રેટરી હતા.અને ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...