કેસરીસિંહે કેસરીયાનો ખેસ ફાડી આપનું ઝાડુ પકડ્યું:ભાજપમાં સતત 2 ટર્મથી ચૂંટાતા માતરના MLAને ટીકીટ ન મળતા ભાજપમાંથી છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાની 116 માતર વિધાનસભા બેઠક ફરી વિવાદમાં આવી છે. અહીયાથી વર્ષોથી ભાજપે સત્તા જાળવી રાખી છે. તેવામાં આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાથી સતત 2 ટર્મથી ચૂંટાતા આવતાં માતર વિધાનસભાના MLA કેસરીસિંહ સોલંકીને ટિકિટ ન મળતા ભાજપ પક્ષમાંથી છેડો ફાડી દીધો છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમીનો ખેસ પહેરતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

છેલ્લા બે ટર્મથી ભાજપમાં જીત મેળવી હતી
માતર વિધાનસભા બેઠક પરથી ભાજપે સિટીગ MLA કેસરીસિંહ સોલંકીને પડતા મુકાયા છે. તેના કારણે નારાજ થયેલા કેસરીસિંહે ભાજપ સાથેનો છેડો ફાડી કેજરીવાલની આમ આદમી પાર્ટીમા જોડાયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની હાજરીમાં ગુરૂવારના રોજ મોડી સાંજે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે. મહત્વનું છે કે, તેઓ છેલ્લા બે ટર્મથી અહીયા ભાજપના કમળ ઉપર જીતી રહ્યા છે. તેવામાં ભાજપે આ વખતે તેમને પડતા મુકતા તેઓ નારાજ થયા છે અને કેસરીયાનો ખેસ ફાડી આપનું ઝાડુ પકડ્યું છે.

'આપ'માં હું માતરથી ચૂંટણી લડીશ: કેસરીસિહનો દાવો
છેલ્લા ઘણાં સમયથી કેસરીસિંહ સોલંકી વિવાદમાં રહ્યા છે. રાજ્ય સભાની ચૂંટણી વખતે ક્રોસ વોટીગના કારણે ભાજપને ભય હતો જેનાથી તે વિવાદમાં આવ્યા હતા. તો આ અગાઉ દારૂ-જુગારની રેડમાં પણ તેમનુ નામ ઉછળતા વિવાદમાં સપડાયા હતા. જેના કારણે ભાજપ પક્ષ વિશ્વાસ ખોઈ ચૂકી હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ કેસરીસિંહ સોલંકી જણાવ્યું કે, મને આ વિધાનસભામાં અહીંયાથી લડવા માટે ભાજપ પક્ષમાંથી દાવેદારી નોંધાવી હતી. પરંતુ ભાજપે મને સાઈડ લાઈન કરતાં હું નારાજ થયો હતો. મારે મારા મતદારોના માટે થઈને મે ભાજપને અલવિદા કહી છે અને આમ આદમી પાર્ટીમાં મતદારોના કામ કરવા માટે હું જોડાયો છું. આમ આદમી પાર્ટી ઉલટ ફેરફાર કરી મને ટિકિટ આપશે અને હું માતર વિધાનસભા બેઠક પરથી લડીશ તેવો દાવો કેસરીસિહેએ કર્યો છે. મહત્વનું છે કે, માતર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ અગાઉથી જ પોતાના ઉમેદવાર મહિપતસિંહ ચૌહાણને જાહેર કર્યો છે. જોકે, આ બાદ મહિપતસિંહએ પણ ઘટસ્ફોટ કરતા હવે આમ આદમી પાર્ટી આ બેઠક માટે ઉલટફેર વિચારણા કરશે કે શુ તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...