બિનહરીફ વરણી:14 વર્ષ બાદ નડિયાદ નગરપાલિકા શિક્ષણ સમિતિને નવા ચેરમેન તેમજ વાઇસ ચેરમેન મળ્યા

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં ચેરમેન તેમજ વા.ચેરમેન બિનહરીફ વરણી

નડિયાદ સ્થિત નગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની ચૂંટણી ત્રણ ટર્મ બાદ યોજાઈ હતી. જેમાં શુક્રવારે ચેરમેન અને વોઇઝ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ બંને બેઠકો બીન હરીફ આવી છે. આમ 14 વર્ષ બાદ નડિયાદ નગરપાલિકા શિક્ષણ સમિતિને નવા ચેરમેન તેમજ વાઇસ ચેરમેન મળ્યા છે

11 બેઠકો માટે ચૂંટણીમાં ભાજપ મેદાન મારી ગયું હતું
નડિયાદ નગરપાલિકા શિક્ષણ સમિતિમાં વિપક્ષ દ્વારા ઘણા મુદ્દાઓ ઉઠાવતા આખરે ભાજપ સંચાલિત નડિયાદ નગરપાલિકાને શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજવાનું નક્કી કર્યું હતું. કુલ 13 બેઠકોમાંથી 11 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. બે બેઠકો માં એક એક સરકારી અધિકારીની અને એક બેઠક સ્થાનિક આગેવાની હોય આ બે બેઠકો માટે પસંદગી પ્રક્રિયા હોય છે 11 બેઠકો માટે ચૂંટણીમાં ભાજપ મેદાન મારી ગયું હતું.

ચેરમેન પદે અતુલ પંડયા અને વાઈસ ચેરમેન પદે હિનલકુમાર પટેલ આવ્યા
આજે આ શિક્ષણ સમિતિ બોર્ડની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં નડિયાદ નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીનાં ચેરમેન પદે અતુલ ઈન્દ્રવદન પંડયા અને વાઈસ ચેરમેન પદે હિનલકુમાર જગદીશભાઈ પટેલની બિન હરીફ વરણી થતાં તેમની વરણી ને વધાવી લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...