પ્રવેશ પ્રક્રિયા:ખેડા જિલ્લામાં RTE હેઠળ 1199 વિદ્યાર્થીઓનો પ્રવેશ, નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસ શરૂ

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

RTE હેઠળ ધો-1 થી 8માં મધ્યવર્ગીય પરિવારના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. સરકારના આદેશ પ્રમાણે ખાનગી શાળાઓએ આર.ટી.ઇ અંતર્ગત 25 ટકા બેઠકો અનામત રાખવાની હોય છે. કોરોનાની બીજી લહેર બાદ આ વર્ષે શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યુ છે. આ એક્ટ પ્રમાણે બાળકોના વાલીઓએ ઓનલાઇન અરજી કરવાની હોય છે.

વળી ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે.તેમજ વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. ખેડા જિલ્લામાં આર.ટી.ઈ અંતર્ગત ભરાયેલ ફોર્મમાંથી કુલ 1199 વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે 1199 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં 153 બાળકોને આજ સાંજ સુધીમાં પ્રવેશ મળી જશે તેમ ઉમેર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...