ખેડા જિલ્લા પંચાયતની આજે છેલ્લી સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભા હોલમાં મળેલી આ ખાસ સભામાં એજન્ડા મુજબના કામો લેવામાં આવ્યાં હતા.
ખેડા જિલ્લા પંચાયતની આજે છેલ્લી સામાન્ય સભા પંચાયતના સભા હોલમાં મળી હતી. જેમાં એજન્ડા મુજબના કામો લેવામાં આવ્યાં હતા. એમડીઆર કક્ષાના એટલે કે જિલ્લા પંચાયત કક્ષાના 10 km લાંબા રોડને સ્ટેટમાં સમાવેશ કરવા માટે એક ઠરાવ કરાયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેને જણાવ્યું હતું કે, એમડીઆર કક્ષાના રોડને સ્ટેટમાં સમાવેસ કરવાથી ફાયદો થાય તેમ છે. આ રોડ ત્રણ વર્ષમાં મરામત થાય છે જ્યારે જિલ્લા પંચાયતના રોડનો વારો સાત વર્ષે આવે છે એટલે આ રોડોનો સમાવેશ કરવા માટે આજે ઠરાવ કરવામાં આવ્યો છે.
17 માર્ચના રોજ જિલ્લા પંચાયતની મુદત પૂરી થાય છે
જિલ્લા પંચાયતના પ્રમુખ એ જિલ્લા પંચાયતના પાંચ વર્ષ પુરા થતા હોય આજે છેલ્લી સામાન્ય સભામાં તમામ સભ્યોનો સહકાર બદલ આભાર માન્યો હતો. વિપક્ષે પણ સારી ભૂમિકા ભજવી સાથ સહકાર આપી અને જિલ્લાના વિકાસમાં જે યોગદાન આપ્યું છે તેને પણ તેમણે બિરદાવ્યાં હતા. વધુમાં જણાવ્યું હતું કે, 15માં નાણાપંચની ગ્રાન્ટનો ખેડા જિલ્લામાં સૌથી સારો ઉપયોગ થયો હોવાનું રાજ્યના મુખ્યમંત્રીએ પણ સ્વીકાર કરી આ બાબતે વખાણ કર્યા છે તેનો જસ તમામ સભ્યોને જાય છે. ઉલ્લેખનીય છે કે તારીખ 17 માર્ચના રોજ જિલ્લા પંચાયતની મુદત પૂરી થાય છે આ પછી વહીવટદાર નિમાશે અને કામ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.