ખેડા જિલ્લામાં સતત ચાઈનીઝ દોરીનો વેપલા પર પોલીસ કાર્યવાહી કરી રહી છે. બાજુના જિલ્લા મહીસાગરમાંથી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો છે. આ ઘટના બાદ જિલ્લા પોલીસ વધુ સતર્ક બની કામગીરી પૂરજોશમાં કરી રહી છે. જિલ્લામાં ધમધમતા આવા ચાઈનીઝ દોરીના વેપાર પર તવાઈ કરી છે.
જિલ્લા પોલીસની ટીમે વિવિધ વિસ્તારમાંથી ચાઈનીઝ દોરી સાથે વ્યક્તિઓની ધરપકડ કરી છે. જિલ્લાના ખેડા, નડિયાદ, મહુધા, ઠાસરા, માતર, લિબાસી, ડાકોર, મહેમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાંથી પોલીસે આવા વેપાર દરોડો પાડી સખ્ત કાર્યવાહી કરી છે. ગતરોજ 7 બનાવો તો આજે વધુ 8 બનાવોમાં પોલીસે 10 વ્યક્તિઓની ધરપકડ સાથે રૂપિયા 57 હજાર 100ની ચાઈનીઝ દોરીની રીલ સાથે પકડી લીધા છે. પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે આમ છતાં પણ વેપારીઓમાં ફફડાટ નથી. પોલીસ માત્રને માત્ર જાહેરનામા ભંગ અનવ્યે આઈપીસી 188 મુજબ ગુનો નોધે છે માટે આવા લોકો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જીવદયા લોકોએ કરી છે. આ દોરી વ્યક્તિ તથા પશુ, પક્ષીઓ માટે પણ જીવલેણ હોવાથી આવી દોરીના વેપાર ન થાય તે માટે પગલા લેવા માંગ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.