નડિયાદ શહેરના અમદાવાદી દરવાજા બહાર રહેતા અનવરશા દિવાન શ્રી કનૈયા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં છેલ્લા 18 વર્ષથી ડ્રાઇવિંગ ની નોકરી કરે છે.તા.5 જાન્યુઆરી રાતના 1:30 વાગ્યાના અરસામાં આણંદમાં આવેલ કનૈયા ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ખેડા જિલ્લાના કઠલાલ, કપડવંજ, મહુધા અને નડિયાદ શહેરના અલગ અલગ-143 પાર્સલ આઇસર ગાડીમાં ગ્રીનનેટ અને દોરડું બાંધી ભર્યા હતા.
રાતના અઢી વાગ્યાના અરસામાં અનવરશા નડિયાદના તેના ઘર નજીક પહોંચ્યા હતા.જ્યાં તેમને આઇસર પાર્ક કરીને ઘરે સુવા જતા રહ્યા હતા.તેજ દિવસે વહેલી સવારના પાંચ વાગ્યાના અરસામાં તેઓ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં આઇસર પાર્ક કરી માલ ખાલી કરવા નીકળ્યા હતા.તે પાર્ક કરેલ આઇસર પાસે જતા બાંધેલ ગ્રીનનેટ અને દોરડા કાપી નાખ્યા હતા.જેથી શંકા જતા તપાસ કરતા 143 પાર્સલ માંથી 41 પાર્સલ રૂ 1,63,763 ઓછુ હોવાનુ જણાવ્યુ હતુ. જેની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.