યાત્રાધામ ડાકોરમાં મુખ્ય ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી લોખંડની પ્લેટો કિ.રૂ.19.63 લાખની ચોરી થતા, ગુનાને ઉકેલવા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. જે માટે કમાન્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા સંચાલીત સીસીટીવી ફુટેજ તેમજ ખાનગી મિલતોના સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા પોલીસને ઘટના સ્થળ પર પીકઅપ ગાડી શકમંદ હાલતમાં મળી આવી હતી.
જેના બાહ્ય દેખાવનો રંગીન ફોટો તૈયાર કરી જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા ચોરી કરનાર ઈસમ પંકજ વાદી, ઉ.20 રહે. માલાખોડા, તા.સીમલવાડા, જી.ડુંગરપુર, રાજસ્થાન હાલ રહે. પાંડવણીયા, શાન્તા ટેકરી, તા.ઠાસરા થી મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા અન્ય 3 સહ આરોપીઓની મદદથી પ્લેટોની ચોરી કરી ગોધરા ખાતે તેનું વેચાણ કર્યું હોવાની કબૂલાત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.