ઠાસરાના અકલાચાના 30 વર્ષીય યુવક પર આડા સંબંધની શંકા રાખી માર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.આ બનાવ અંગે સ્થાનિક પોલીસે હત્યાની કલમ ઉમેરો કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.બનાવના પાંચ દિવસ બાદ પોલીસ ટીમે અકલાચાના કોતર વિસ્તારમાંથી ઝડપી પાડયો છે.ઠાસરાના અકલાચા ગામે રહેતા કાભઇભાઇ પરમારનો દિકરો બળવંત ઉં.30 તા 5 નવેમ્બર સવારે નજીકના ખેતરમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.
આ બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તે ભાનમાં આવતા સમગ્ર બનાવની હકીકત જણાવી નજીકમાં રહેતા મંગળભાઇ પરમાર તેમના પત્ની અને તેની વચ્ચે કોઈ સંબંધ છે તેવો ખોટા વહેમ રાખી કુહાડીની મૂદ્દરથી મારમારી ઇજા પહોંચાડી હોવાનુ જણાવ્યુ હતુ.
આ બુધવારે સવારે બળવંત ઉં. 30 નુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે ડાકોર સ્થાનિક પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી મંગળભાઇ પરમારની શોધખોળ હાથ ધરી હતી.બનાવના પાંચ દિવસ બાદ કોતરીયા ગામના કોતર વિસ્તારમાંથી પોલીસ ટીમે મંગળભાઈની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.