આમોદ ધર્માંતરણ કેસમાં નડિયાદ કનેક્શન:ભરૂચના ધર્માંતરણ પ્રકરણમાં ફરાર આરોપી નડિયાદથી પકડાયો, ભરૂચ SOGને સોંપવા કવાયત હાથ ધરાઈ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીનું નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ ભરૂચ કોર્ટમાંથી પકડ વોરંટ ઇશ્યુ થયું હતું

ભરૂચ જિલ્લાના આમોદમાં વર્ષ 2021માં 150 આદિવાસીઓના ધર્માંતરણનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આ ચકચારી પ્રકરણમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. જેમાંનો એક આરોપીની ગતરાત્રે નડિયાદ ટાઉન પોલીસે ધરપકડ કરી ભરૂચ SOG પોલીસને સોંપવા કવાયત હાથ ધરી છે.

આ પ્રકરણમાં તાજેતરમાં બેઠક યોજનાર આરોપી સહિત 2 લોકો ઝડપાયા હતા
ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021મા ચકચારી ધર્માતરણનો મામલો ઉજાગર થયો હતો. આ સંદર્ભે અમોદ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 120 (બી)(સી), 506 (2), 466, 467, 468, 471 તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં તાજેતરમાં બેઠક યોજનાર આરોપી સહિત 2 લોકો ઝડપાયા હતા અને આ બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે ચકચારી ધર્માંતરણ કેસમાં અત્યાર સુધી 14 સામે ચાર્જશીટ, 21ની સામે ફરિયાદ નોંધાઇ ચુકી છે.

આરોપી નડિયાદનો હોવાનું જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસે દબોચ્યો આ ગુનામાં નાસતા ફરતાં આરોપીનુ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી પકડ વોરંટ જારી થયું હતું. જે આરોપી નડિયાદનો હોવાનું જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસે બાતમીના આધારે ગત રાત્રે આ આરોપી રમીઝરાજા ઉર્ફે ઉવેશ ગજાભાઈ ખાનજી (રહે.મદારવાડ, મરીડા ભાગોળ, મહંમદી મસ્જિદ પાસે, નડિયાદ)ને ઝડપી લીધો છે. પોલીસે તેની ધરપકડ કરી ભરૂચ SOG પોલીસને સોંપવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...