અકસ્માત:અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કઠાણા પાસે અકસ્માત, 1નું મોત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અનારા કંપનીમાં નોકરી પૂર્ણ કરી ઘરે જતા અકસ્માત

કઠલાલના અનારા કંપનીમાં કામ કરતા ત્રણ ઇસમો નોકરી પૂર્ણ કરી પરત આવી રહ્યા હતા. તે સમયે કઠાણા પાસે ગાડીના ચાલકે બાઇકને અડફેટ મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં એક વ્યક્તિનુ બનાવ સ્થળે જ્યારે બે વ્યક્તિને શરીરે ઇજાઓ પહોચી હતી.

કઠલાલ ફાગવેલ તાબાના મહારાજના મુવાડા ગામમાં રહેતા પ્રવિણભાઇ રાઠોડ અનારા લેવીસ કંપનીમાં નોકરી કરે છે.તા.11 જુલાઇના રાતના નોકરી પૂર્ણ કરી હતી. આ બાદ તેઓ તેમના ગામના ગોવિંદભાઇ અને નરેન્દ્રભાઈ કલોલી મુવાડા થી ગોવિંદભાઇ બાઇક જીજે.07 સીએસ 2138 લઈને ગામ તરફ જવા નીકળ્યા હતા.

તે સમયે કઠાણા ગામના હાઇવે રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે બાલાસિનોર રોડ તરફથી આવતી ગાડીના ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને અડફેટે મારતા બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિ રોડની સાઇડમાં આવેલા ગટરમાં પડી જતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

​​​​​​​જેમાં ગોવિંદભાઇ મોહનભાઇ રાઠોડ ઉં.32 ને ગંભીર ઇજાઓ પહોચતા સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ. જ્યારે નરેન્દ્રભાઇ અને પ્રવિણભાઇ શરીરે ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પ્રવિણભાઇ પ્રતાપભાઈ રાઠોડ કઠલાલ પોલીસ મથકે ગાડીના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...