સંવાદ:આમ આદમી પાર્ટીએ ખેડા જિલ્લાના વેપારીઓ સાથે સંવાદ યોજ્યો

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજ્યમા આપની સરકાર રચાશે તો વેપારીઓના પ્રશ્નોનું સમાધાન થશે : ગોપાલ ઇટાલિયા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીકમા યોજાવા જઈ રહી છે. તેની તારીખો પહેલા રાજકીય પક્ષોમા મતદારને આકર્ષવા ગતિવિધિઓ તેજ બની છે. મતદારોને પ્રલોભનો આપતી જાહેરસભાઓ શરૂ થઈ છે. ખેડા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના વેપારીઓ સાથે વિવિધ પ્રશ્નોને લઈ સંવાદ કાર્યક્રમ યોજયો છે.

કાર્યક્રમમા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
રાજ્યમા આવખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે ત્યારે આમ આદમી પાર્ટી પોતાની બહુમતી સરકાર બને તે દિશામાં કામગીરી કરી રહી છે. આમ આદમી પાર્ટી એ નડિયાદમાં વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે. પરંતુ રાજકીય દાવપેચના કારણે આ કાર્યક્રમ યોજી શકાયો નહતો. જેથી આમ આદમી પાર્ટી ખેડા જિલ્લાના યુવા પ્રભારી નિકુંજ શર્મા દ્વારા વસો ખાતે ખેડા જિલ્લાના વેપારીઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વેપારી સંગઠનો સાથે સંવાદ કરી વેપારીઓને મોંઘવારી તેમજ જીએસટીને લઇ પડતી મુશ્કેલીઓની જાણકારી મેળવી આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો વેપારીઓને લગતા તમામ પ્રશ્નોનું સમાધાન કરશે તેવી વાત કરી હતી. આ સંવાદ કાર્યક્રમમા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...