આપઘાત:સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યા બાદ ગોબલજ ગામના યુવકનો આપઘાત

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદનુ મકાન કેટલાક ઈસમોએ પચાવી પાડતા આત્મહત્યા કરી હોવાનો વિડિયોમાં દાવો
  • ડિપ્રેશનમાં આવી ગયેલા યુવકે મારા મોત પછી ગુનેગારોને સજા મળશે તેવો પણ ઉલ્લેખ કર્યો

ખેડાના ગોબલજના યુવકે સોશિયલ મિડિયામાં ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ ટીમ બનાવ સ્થળે પહોચી મૃતકના મૃતદેહનો કબજો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી છે.

ગોબલજના તોફીક દિવાને સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરી જીવન લીલા સંકેલી લીધી છે. સોશિયલ મીડિયા પર બે અલગ અલગ વિડિયો બનાવી જાણકારી આપી હતી. જેમાં નડિયાદ વાળા મકાનમાં ત્રણ થી ચાર વ્યક્તિઓ જમીનનો દસ્તાવેજ કરી લીધો હોવાનું જણાવ્યું છે. મકાનના હપ્તા ચૂકવવાનુ કહી હપ્તા ન આપતા બેંક દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે. જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયા હોવાનું જણાવ્યું છે.

મારા મોત પછી ગુનેગારને સજા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. મોતની ઇચ્છામાં જણાવ્યુ કે હુ જ્યારે મરું ત્યારે હસતો જાવ, આગળના જન્મમાં પણ આ જ પરિવાર મળે તેવી આશા વ્યક્ત કરી છે. હું પરિવારથી ખુશ છુ, તેમ જણાવી આત્મહત્યા કરી લીધી હતી. જો કે આત્મહત્યા ક્યાં અને કેવી રીતે કરી તે અંગે હાલ સ્થાનિક પોલીસ તપાસ કરી હતી. આ અંગે ખેડા પીએસઆઇએ આત્મહત્યાના બનાવ અંગેની કાર્યવાહી શરૂ હોવાનું જણાવ્યું હતું.

યુવકે કહ્યું, જિંદગીથી તંગ આવી ગયો છું
હુ જે કામ કરવા જઈ રહ્યો છું તેના માટે કોઈનો દબાવ નથી, હુ મારી મરજીથી આ કામ કરી રહ્યો છું, મારું નડિયાદવાળા મકાન અંગે ચિટીંગ કરતા હુ ડિપ્રેશનમાં આવી જતા જિંદગીથી તંગ આવી ગયો છુ. જેના કારણે હુ આ કામ કરી રહ્યો છુ. મને મારવાની ધમકી આપી છે. જેથી બેંક લોન માફ કરી દેશે. હુ જે કામ કરી રહ્યા છો તેનાથી ગુનેગારોને સજા મળવી જોઇએ. તેવી મારી ઇચ્છા છે. જો સજા નહીં મળે તો મારી આત્માને શાંતિ નહીં મળે. મારી પૂર્વ પ્રેમિકાને બોલાવી મારુ મોઢુ બતાવવા લાવો ત્યારે કશું જણાવસો નહીં, મારૂ મોઢુ બતાવી તેને સંભાળીને મૂકી આવજો. મારા પર દશ લાખનું કરજ હતું તેમ છતાં કોઈએ હેરાન કર્યો નથી. પરંતુ આ લોકોએ મને હેરાન કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...